કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી, વહીવટી તંત્ર એક્શન મોડમાં

kutch-rain-forcast

કામ વગર ઘર બહાર નહીં નિકળવા કલેકટર અમિત અરોરાની નાગરિકોને અપીલ

આગામી 24 કલાક કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેને પગલે જિલ્લા કલેકટર અમિત અરોરાના માર્ગદર્શનમાં હેઠળ જિલ્લા વહીવટી તંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. નીચાણવાળા તથા જોખમી નદી, નાળા સહિતના વિસ્તારમાં ન જવા નાગરિકોને અનુરોધ કરાયો છે.

આજ રોજ જિલ્લા સેવા સદન ભુજ ખાતેભારે વરસાદની આગાહીના પગલે વહીવટીતંત્રની તૈયારીઓ અંગે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ બેઠક બોલાવી હતી. જિલ્લા કલેકટરે કચ્છ જિલ્લામાં ડિપ ડિપ્રેશનની પરિસ્થિતિના લીધે અતિ ભારે વરસાદની આગાહી હોય તમામ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી.

જિલ્લા કલેકટર અમિત અરોરાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે, ડ્રિપ ડ્રિપેશનના કારણે જિલ્લામાં સતત વરસાદ થઇ રહ્યો છે. ડિપ ડ્રિપેશન નોર્થ-ઇસ્ટર્નથી આજ રાત્રિના કચ્છ પરથી પસાર થઇને અરબ સાગર તરફ જશે જેના કારણે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે લોકોને તા.29 સુધી કામ વગર ઘરની બહાર ન નીકળવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

ભારે વરસાદના કારણે જિલ્લામાં આવેલા ડેમો ઓવરફલો થઈ ચૂક્યા છે. આ સંજોગોમાં ભારે વરસાદના પગલે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી સંભાવના હોવાથી હોવાથી લોકોને સાવચેત રહેવા અને પાણી ભરાયા હોય તેવા સ્થળોએ અવરજવર ન કરવા જિલ્લા કલેક્ટરે સૂચન કર્યું હતું. ખાસ કરીને પાણી જોવા, પ્રવાસન સ્થળો તથા નદી, નાળા સહિતના વિસ્તારમાં ન જવા તથા તમામ નાગરિકોને સર્તક અને સજગ રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.