કેન્દ્ર સરકાર તરફતી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરા પાડવાની ખાતરી આપી
હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી
છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોનિક વાતચીત કરીને રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે રાહત અને બચાવ કાર્યની જાણકારી મેળવી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
https://x.com/Bhupendrapbjp/status/1828645165495636458
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા તેમના સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં અતિભારે વરસાદની સ્થિતિને લઈને મારી સાથે ટેલીફોનિક વાતચીત કરીને રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી. વડાપ્રધાને નાગરિકોના જાનમાલ તેમજ પશુધનના રક્ષણ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ, ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પુરી પાડવાની ખાતરી આપી હતી. વડાપ્રધાને ગુજરાતની ચિંતા કરી સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહ્યાં છે. ગુજરાતના લોકો પ્રત્યે તેમના હૃદયમાં ઊંડો સ્નેહભાવ છે. કુદરતી આફતની વેળાએ અને જ્યારે પણ જરૂર હોય ત્યારે તેમણે હંમેશા રાજ્યના લોકોની પડખે ઉભા રહી છે.’
છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વરસી રહ્યો છે, ત્યારે રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. બીજી તરફ, હવામાન વિભાગે 29 ઑગસ્ટ સુધી રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેવામાં ભૂપેન્દ્ર પટેલે રાજ્યના મુખ્ય શહેરોના જિલ્લા કલેક્ટર, પોલીસ અધીક્ષક અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઓનલાઈન બેઠક કરી હતી.
હવામાન વિભાગ દ્વારા આજે 28 ઑગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.
જ્યારે ભારેથી અતિભારે વરસાદને પગલે પાટણ, અમદાવાદ, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત, મધ્ય અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉેદપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.