ગુજરાત: વિધાનસભામાંથી ટૂંકા સત્ર દરમિયાન કોંગ્રેસના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ, શુ છે સમ્રહ મામલો?

ગૃહની કાર્યવાહી શરૂ થતા સાથે જ હોબાળો થયો અને વિધાનસભા સત્રમાં કૉંગ્રેસના 12 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે. કોંગ્રેસના સભ્યોએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસે પુછેલા ટુંકી મુદ્દતના પ્રશ્નો રદ કરી દેવાયામાં આવ્યા

ગુજરાતમાં હાલ 15મી વિધાનસભાનું પાંચમું ચોમાસુ સત્ર ત્રિ-દિવસીય ચાલી રહ્યું છે. જેમાં ગઈકાલે ચોમાસુ સત્રના પહેલા દિવસે કોંગ્રેસ દ્વારા નારાઓ લગાવી વિધાનસભા સદન બહાર દેખાવો કરવામાં આવ્યા હતા. ત્યારે આજે વિધાનસભા ગૃહની કાર્યવાહી શરૂ થતા સાથે જ કોંગ્રેસ દ્વારા બેનર્સ અને કાગળો બતાવીને હોબાળો થયો અને ઉગ્ર વિરોધ કર્યો હતો અને સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. જે બાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરાયા બાદ તેમને વિધાનસભાના સત્રમાંથી તમામ 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

ગૃહમાં કોંગ્રેસના વિરોધ મુદ્દે વિધાનસભાના અધ્યક્ષનું શંકર ચૌધરીની પ્રતિક્રિયા આવી હતી. તેમણે કહ્યું કે પહેલાથી જ તમે વિરોધના મૂડમાં આવ્યા છો. ત્યારબાદ સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા દરખાસ્ત કરાઇ હતી. વિધાનસભા અધ્યક્ષની સૂચના હોવા છતાંય દેખાવો કરાતા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને ગૃહની કાર્યવાહી માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

વિધાનસભા ગૃહમાંથી વોકઆઉટ કર્યા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, અમે તો માત્ર પ્લેકાર્ડ બતાવી અમારી જગ્યા પર રહી વિરોધ દર્શાવ્યો હતો. જે વિધાનસભા પ્રજાના ટેક્સના પૈસાથી ચાલે છે. અને તે જ ગૃહમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવતી નથી. આ લોકશાહી છે અને લોકોના પ્રશ્નોને જ વાચા આપી શકતી નથી. શા માટે રાજ્યમાં રાજકોટ અગ્નિકાંડથી લઈને જે પણ મોટી ઘટનાઓ બની તેમાં મોટા ભાગે ભ્ર્ષ્ટાચાર સામે આવ્યો છે. કેમ કોઈ પણ મોટી ઘટના બને અને તેમાં ભાજપ નેતાની સંડોવણી નીકળે ? ભાજપ નેતાઓના બુટલેગરોથી લઈને ડ્રગ્સ પેડલરો સાથે કનેક્શન બહાર આવે છતાં તેમના પર કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે આ જ બધી ઘટનાઓ પર તપાસની માંગ અમે કરી છે.

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન ગૃહમાં ટૂંકી મુદ્દતના બે પ્રશ્નો પર આજે ચર્ચા થશે. કોલેજ વિદ્યાર્થીઓને અકસ્માત મૃત્યુ સહાય બાબતે તથા  વ્યાજખોર વિરૂદ્ધ કાર્યવાહી પર ચર્ચા થશે. વિવિધ વિભાગોના અહેવાલો હિસાબો મેજ પર મુકાશે. આ ઉપરાંત ત્રણ અલગ અલગ વિધાનસભા સમિતિના અહેવાલ રજૂ થશે. જાહેર હિસાબ સમિતિ તથા પંચાયતની રાજ સમિતિની ખાલી પડેલી જગ્યા બાબતે અધ્યક્ષ જાહેરાત કરી શકે છે.

મંત્રી મુળુ બેરા ગૃહમાં ચર્ચા લાવશે અને 60 મિનીટ ચર્ચા ચાલશે. આવતીકાલે ગૃહમાં બે સરકારી વિધયેક રજૂ થશે. ગુજરાત માલ અને સેવા સુધારા વિધેયક તથા ગુજરાત નશાબંધી સુધારા વિધેયક પર ચર્ચા થશે.