સંસદમાં રજુ થયેલા નવા સુધારા અન્વયે અને રાજ્ય સરકારના કાયદા વિભાગની નવી સૂચના મુજબ આ પોસ્ટ સીનિયર સિવિલ જ્જની અપગ્રેડ કરવામાં આવી છે, જેથી મારી ભૂમિકા આ પોસ્ટ માટે સમાપ્ત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલમાં સભ્ય જ્જની નિમણૂક તરીકે અનવરહુસેન શેખ નિમણૂંક કરવાના અંગે રાજ્ય સરકારના વિવાદીત નિર્ણયને પકારતી બીબીજી મસ્જિદના ટ્રસ્ટીઓ તરફથી કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં બહુમહત્વની જાહેરહિતની રિટ અરજીમાં તજેતરમાં હાઈકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે કેસની ગંભીરતા લેતા સુઓમોટો દાખલ કર્યો હતો. અવરહુસેનની નિમણૂંકને લઈને રાજ્ય સરકાર પાસેથી વલણ સ્પષ્ટ કરતો જવાબ રજૂકરવા હાઈકોર્ટે નિર્દેશ કર્યો છે.
આ અંગે સોશિયલ મીડીયા પર ખુલાશો કરતા ગુજરાત રાજ્ય વક્ફ ટ્રિબ્યુનલના પૂર્વ સભ્ય અનવરહુસેન શેખે પોતાના ફેસબૂક હેન્ડલપર લખ્યુ કે, જેથી આજે જાહેર ખુલાસો આપતા જણાવુ છું કે, ગુજરાત સરકાર દ્વારા મને ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ ના મુસ્લિમ કાયદા ના જાણકાર સભ્ય જજ તરીકે ફેબ્રુઆરી 2024 માં નિયુક્ત કર્યા હતા તે પોસ્ટ હાલમાં સંસદમાં રજુ થયેલા નવા સુધારા અન્વયે નાબુદ કરવામાં આવી છે અને તારીખ 16/08/2024 ના ગુજરાત સરકારના કાયદા વિભાગના નવા નોટિફિકેશન મુજબ આ પોસ્ટ સીનિયર સિવિલ જજ (ફર્સ્ટ ક્લાસ-1) ની અપગ્રેડ કરવામાં આવી છે, જેથી મારી ભૂમિકા આ પોસ્ટ માટે સમાપ્ત કરવા માં આવી છે, જેથી આ ભ્રામક અને દુષ્પ્રચાર કરતા સમાચારો સત્ય થી વેગળા, મારી માનહાનિ કરતા, સમાજમાં અપમાનિત કરવાના એકમાત્ર બદઇરાદાથી પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જે માટે આ અખબાર સામે ખૂબ જ ટુંક સમય માં કાયદાકીય પગલા પણ ભરવામાંમાં આવશે.
આવા વાહિયાત અને સત્ય થી વેગળા અને ભ્રામક સમાચારનું જાહેરમાં ખંડન કરુ છુ અને મારી લીગલ ટીમ આ બાબતે કાયદાકીય પગલા લેવા માટે કામગીરી કરી રહી છે.
આ મારી સેવા ગુજરાત સરકાર દ્વારા સમાપ્ત કરવામાં આવી છે, અમારી કોઈ હકાલપટ્ટી થઈ નથી, આ સમાચાર સદંતર ગેરમાર્ગે દોરતા હોઇ તે અંગે અનવરહુસેન શેખે ખુલાસો કરેલ છે.