ખેડા જિલ્લાના મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ઘ કરવામાં આવી કોઈ સૂચન હોય તો ચૂંટણી અધિકારીની કચેરીએ રજૂઆત કરવી

મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ઘિ અંગે કોઈ સલાહ કે સૂચન હોય તો તે માટે તા.ર૧ થી ર૭ ઓગસ્ટ સુધીમાં સંબંધિત મતદાર નોંધણી અધિકારી તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીને રજૂઆત કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ અપીલ કરી છે.

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગાંધીનગરના તા.૧ર/૦૮/ર૦ર૪ના પત્ર ક્રમાંક: પીએસટી/૧૦ર૦ર૪/૩૭૩ર/છ થી તા.૦૧/૦૧/ર૦રપની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના મતદાન મથકોનું પુર્નગઠન કરવા સુચના આપેલ છે. જે અન્વયે ખેડા જિલ્લામાં તા.ર૦/૦૮/ર૦ર૪ ના રોજ મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે. જિલ્લામાં અગાઉ કુલ-૧૬૯૬ મતદાન મથકો મંજુર કરવામાં આવેલ હતા. જેમાં કુલ-૪ મતદાન મથકો નવા રચવામાં આવેલ છે. કુલ-૧૦ સેકશનો શીફટીંગ કરેલ છે તથા કુલ-૧પ૮ મતદાન મથકોના સ્થળમાં ફેરફાર કરવામાં આવતાં હવે ૧૭૦૦ મતદાન મથકોની પ્રાથમિક યાદી પ્રસિદ્ઘ કરવામાં આવી છે.

આ સુધારા-વધારા યાદી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીમાં તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની વેબસાઈટ https://kheda.gujarat.gov.in પર પ્રસિદ્ઘ કરવામાં આવેલ છે. જે અન્વયે કોઈ સલાહ – સૂચનો હોય તો જાહેર જનતાને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવ દ્વારા તા.ર૧/૦૮/ર૦ર૪ થી તા.ર૭/૦૮/ર૦ર૪ સુધીમાં સંબંધિત મતદાર નોંધણી અધિકારીની કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીમાં રજુઆત કરવા અપીલ કરવામાં આવી છે.