જાણો સતત વિવાદોમાં રહેતું ખેડા જિલ્લાનું આ ગામ ફરી એકવાર વિવાદમાં સપડાયું

છેલ્લા અઢી વર્ષથી માતરના ઉંઢેલા ગામમાં સરપંચ અને સભ્યો વચ્ચે ચાલી રહ્યો છે વિવાદ

અવર નવર આ ગામ વિવાદમાં આવતો રહે છે થોડા સમય પહેલા જ માતર તાલુકાના ઉંઢેલા ગામે 5 જુલાઈના રોજ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મામલે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં દરખાસ્ત કરનાર ગામના ડેપ્યુટી સરપંચ, એક સભ્ય એમ બે લોકો ગેરહાજર રહેતા સરપંચ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્તનો રકાશ થયો હતો.

વધુ એક વખત ઉંઢેલા ગામમાં પૈસાને લઈને વિવાદ સર્જાયો છે. રૂપિયા 7 લાખનો નવો વિવાદ ઉભો થયો છે. જાણો નવો વિવાદ શું છે? ગામના સ્થાનિક નાગરીક દ્વારા ગંદકી અને પ્રાથમિક સુવિધાના અભાવના લઈને ગામમાં રોગ ચાળો ફાટી નિકળે તેવી પરિસ્થિતિનું સર્જન થાય તેને લઈને સ્થાનિક નાગરીકે વોર્ડનંબર બે મેમ્બર દિલીપ પટેલને રજુઆત કરવા ગયા હતા ત્યારે તેમણે એવો આરોપ મુક્યો કે જાઓ જે સભ્યોઓ  રૂપિયા 7 લાખ લીધા છે તેવોને રજૂઆત કરો તેમ કહેતા ગામા નવો વિવાદ ઉભો થયો છે, જે આ મામલે સરપંચ સહિત સભ્યો વિવાદમાં સપડાયા છે

ડેપ્યુટી સરપંચ અન્ય સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકી

માહિતી મળ્યા મુજબ માતર તાલુકાના ઉંઢેલા ગામના સરપંચ ઇન્દ્રવદન પટેલ સામે ડેપ્યુટી સરપંચ મુળરાજ ચૌહાણએ અન્ય સભ્યો સાથે મળીને સરપંચની મનસ્વીતાનો મુદ્દો બનાવીને અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી ડેપ્યુટી સરપંચના એવા આક્ષેપો હતા કે ગામના સરપંચ વિકાસ કામોમાં પોતાની મનમાની કરે છે.

અરજીને ધ્યાનમાં લઈને તાલુકા વિકાસ અધિકારીએ સામાન્ય સભા બોલાવી હતી. આ સભામાં પંચાયતના કુલ 10 માંથી આઠ સભ્યો હાજર રહ્યા હતા. જેણે અવિશ્વાસની દરખાસ્ત કરી હતી જેની આગેવાની કરનાર ડેપ્યુટી સરપંચ મૂળરાજ ચૌહાણ અને આશાબેન ચૌહાણ ગેરહાજર રહ્યા હતા. હાજર આઠમાંથી એક પણ સભ્યએ અવિશ્વાસની તરફેણમાં મતદાન કર્યું ન હતો જ્યારે અવિશ્વાસની દરખાસ્તની વિરોધમાં બે સભ્યોએ મતદાન કર્યું હતું આમ આવી દરખાતનો છેદ ઉડી ગયો હતો.

આવિશ્વાસની દરખાસ્તથી બચવા રૂપિયા આપ્યા?

હાલ આ ગામમા રાજકારણ ગરમાયો છે પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યુ છે કે, રૂપિયા 7 લાખ સરપંચે આપ્યા છે તેવુ કહેવું દિલીપ પટેલનું છે. રૂપિયા શા માટે આપ્યા છે તે ખબર નથી પણ સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે અમુક સભ્યોએ ભેગા મળીને 7 લાખ રૂપિયા સરપંચ પાસેથી લીધા છે. આ રૂપિયા અવિશ્વાસની દરખાસ્તમાં હાજર ન રહેવા માટે લીધા છે.

7 લાખ લીધાનો સરપંચ ખુલાશો કરે: ડેપ્યુટી સરપંચ

ડેપ્યુટી સરપંચનું કહેવું કે જો સરપંચે સાત લાખ રૂપિયા આપ્યા છે તો મીડીયા સામે આવીને તેમને ખુલાસો કરવો જોઈએ, જો તેમ આપ્યા છે તો કોને રૂપિયા આપ્યા, શા માટે આપ્યા તેનો ખુલાસો કરે,

તાલુકા પંચાયત સભ્યએ શું કહ્યું?

15મી ઓગસ્ટના દિવસે ધ્વજારોહણ બાદ પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલે ચા-પાણી માટે ઓફીસમાં બોલાવ્યા હતા ત્યારે ધણા લોકો હાજર હતા ત્યારે સરપંચ સહિત અન્ય બે વ્યક્તિઓએ ઠાકોર સમાજને બદનામ કરવા આરોપ મુક્યો હતો કે તમને રૂપિયા લેતા અને અરજીઓ કરતા જ આવડે છે, શૈલેષનું કહેવું છે કે, અમારો સમાજ ચોખો છે અમે અઠવાડિયામાં પરિણામ લાવી બતાવીશું કોણ ચોર છે અને કોણ સાવકાર? જો તમે સાચા હોત તો ખુલાશો કરે.