અ.મ્યુ.કો સત્તાધીશો અણઘડ આયોજન હેઠળ ટ્રાફિકની સમસ્યા હળવી નહી પણ હરિયાળા ગ્રીન કવરનું નિકંદન કાઢવા માંગે છે
આંબાવાડીથી વસ્ત્રાપુર તરફ જતા રોડ ઉપર AMC દ્વારા ટ્રાફિકની સમસ્યા ઘટાડવા માટે પાંજરાપોળ ચાર રસ્તા પર એક નવો બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે. આ બ્રિજ બનવવા માટે નડતર રૂપ બનતા વૃક્ષોને લઈ વિવાદ સર્જાયો હતો. જે વર્ષો જુના ધટાદાર ૮૦ વૃક્ષોને કાપી નવો બ્રિજ બનાવવાનું છે, જેથી અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનો બ્રિજ પ્રોજકેટ ડીર્પા એક નમુના સમાન બની જવા પામેલ છે.
તંત્ર દ્વારા CRRIના નોર્મ્સનો ભંગ
તંત્ર દ્વારા CRRI ના નોર્મ્સનો સરેઆમ ભંગ કરેલ છે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે શહેરના મોટા ભાગના રોડ રસ્તા પર લોકો ટ્રાફિકજામથી લોકો પરેશાન છે. જેના ઉકેલરૂપે લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી અશંત હળવી કરવા બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવે છે. હાલમાં મ્યુ.કોર્પો.દ્વારા પાંજરાપોળ ક્રોસ રોડ થી આઇઆઇએમ સુધી સૂચિત ફલાયઓવર બ્રિજ બાનવવાનું આયોજન કરવામાં આવેલ છે જેનાથી ટ્રાફિકની સમસ્યા હળવી નહી પણ વકરવા પામે તેવું અણધડ આયોજન મ્યુ.કોર્પોના બ્રિજ ડીર્પા. દ્વારા કરવામાં આવેલ છે.
275 મીટરના નજીકના અંતરે પહેલેથી એક બ્રિજ હયાત
સૂચિત ફલાયઓવર બ્રિજની 275 મીટરના નજીકના અંતરે એક બ્રિજ પહેલેથી હયાત છે. જેથી આ ફલાયઓવરની કોઇ તાતી જરૂરિયાત જ નથી તેમજ આ બ્રિજ બનાવવા માટે વર્ષો જુના ધટાદાર ૮૦ વૃક્ષોને કાપવાની તજવીજ મ્યુ.તંત્ર દ્વારા કરવામાં આવેલ છે તેમજ સૂચિત ફલાયઓવર બ્રિજના બનેં બાજુના સાઇડ રોડની પહોળાઇ માત્ર ૫.૦૦ મીટર જ રાખવામાં આવેલ છે જેને કારણે સાઇડ રોડ પર ટ્રાફિકજામ થવાની પુરેપુરી સંભાવના રહેલી છે.
મીશન મીલીયન ટ્રી હેઠળ કરોડો રૂા.નો ખર્ચ
આ તમામ બાબતોની સમીક્ષા કરતાં એક તરફ અમદાવાદ શહેરમાં ગ્રીન કવર ઓછું છે ગ્રીન કવર તેમજ હરિયાળી ક્રાંતિ વધારવા માટે મીશન મીલીયન ટ્રી હેઠળ કરોડો રૂા.નો ખર્ચ કરવામાં આવે છે બીજી તરફ ગ્રીન કવર તેમજ હરિયાળી ક્રાંતિનું નિકંદન કાઢવાની કોશિશ કરી વિકાસ ના નામે વિનાસ આચરવામાં આવે છે જેને કારણે નગરજનોને નામદાર હાઇકોર્ટનો આશરો લઇ જાહેરહિતની અરજી કરવાની ફરજ પડેલ જે મ્યુ.કોર્પો તથા સૌનો સાથ સૌનો વિકાસના બણગાં ફુકતાં સત્તાધારી ભાજપ માટે શરમજનક બાબત છે.
બ્રિજની કામગીરી મોકુફ રાખવા મ્યુ.કમિશ્નર પત્ર
હવે મુખ્ય બાબત એ છે કે, સૂચિત ફલાયઓવર બ્રિજ બનાવવા બાબતે કન્સલટન્ટ, તંત્રના અધિકારીઓ, સૂચિત ફલાયઓવર બ્રિજની ડીઝાઇન તથા ટેન્ડર નક્કી કરતી વખતે આ તમામ બાબતો કેમ ધ્યાનમાં ના આવી ? સૂચિત ફલાયઓવર બ્રિજની ડીઝાઇન તથા ટેન્ડર માત્ર એ.સી. ચેમ્બરમાં બેસીને જ નક્કી કરી દેવામાં આવેલ છે તેવું સ્પષ્ટ જણાઇ આવે છે. સૂચિત ફલાયઓવર બ્રિજનું આયોજન માત્રને માત્ર ભાજપના મળતીયા કોન્ટ્રાકટરના હિતમાં કરવામાં આવ્યું હોય તેમ સ્પષ્ટ થાય છે જેથી આ બાબતે પુરતી તપાસ કરી જવાબદાર અધિકારી તથા કન્સલટન્ટ સામે પગલાં ભરવા તેમજ સૂચિત ફલાયઓવર બ્રિજની કામગીરી તાકીદે મોકુફ રાખવા મ્યુ.કમિશ્નર તથા વિજીલન્સ ઓફિસરને પત્ર લખી માંગણી કરેલ છે.
પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજની જરૂર નથી: HC
ફ્લાય ઓવર બ્રિજના પ્રોજેકટને પડકારતી અરજી પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જાહેરહિતની રિટ અરજી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેચમાં ગંભીર અને મહત્વની નોંધ લીધી હતી. અ.મ્યુ.કો.એ અમદાવાદના રસ્તાઓ અને જંક્શનના ટ્રાફિકને લઈ દેશની જે બે સર્વોચ્ચ નિષ્ણાત સંસ્થા આઈઆઈટી અને સીએસઆઈઆરની પાસેથી રિપોર્ટ મંગાવ્યા હતા. તે અંગે હાઈકોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેને લઈને ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે નોંધ લેતાં ટાંક્યુ હતું કે, ‘આ રિપોર્ટ પ્રમાણે, પાંજરાપોળ જંકશન પર ટ્રાફિકની એવી મોટી સમસ્યા નથી. આ ઉપરાંત અહિં ફ્લાયઓવરની કોઈ જરૂરિયાત જ જણાતી નથી.