LG હોસ્પિટલના બે જવાબદાર તંત્ર દ્વારા દર્દીની ફાઈલ ગુમ થતા સારવારમાં કરવામાં મુશ્કેલી

સૂત્રો દ્વારા માહિતી: શારીરિક અને ગંભીર પરિસ્થિતિમાં દર્દી પંકજભાઈ ઠકકર પોતે આયુષ્માન કાર્ડ ધરાવતા હતા અને મણીનગરની L.G હોસ્પિટલમાં છેલ્લા 7-8 દિવસથી અનેક પ્રકારની સારવાર ચાલી રહી છે અને ગઈ કાલના રોજ પંકજભાઈને સિટી સ્કેન કરવાની તારીખ હતી અને દર્દીના તમામ કેસ પેપર ફ્રી મેડીસીન માટે વિભાગમાં ગત શનિવારના રોજ LG હોસ્પિટલ ના ફરજ ઉપરના જવાબદાર વ્યક્તિની સૂચનાથી તત્રના સ્ટાફ દ્વારા મોકલી આપેલ હતા.

ગઈ કાલેના દિવસે દર્દીના પરિજનો દ્વારા સીટી સ્કેન અર્થે કેટલા વાગે લઈ જવાનું પૂછવામાં આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા જાણાવતા ગુમ થઈ ગયેલ છે એવી વિગત જાણવા મળેલ છે.

અગાઉ પણ આજ રીતે પંકજભાઈ ઠકકરન આજ મણિનગરની L.G હોસ્પિટલમાં સારવાર લઈ ચૂકેલ છે. દર્દીની ચાલું સારવાર હોવા છતાં કેસ પેપર નથી મળી રહ્યા જે બે દિવસ પહેલા ગત શનીવારથી હોસ્પિટલના કર્મચારીઓ કેસ પેપર લઈ ગયા હતા.

આયુષ્માન કાર્ડ ધારક દર્દીની ચાલું સારવાર દરમિયાન કોઈ કેસ પેપર ગુમ થવા કે ગુમ કરી દેવ પાછળનું ખરેખર કારણ શું છે? એતો આવનાર દિવસોમાં ખબર થશે. હાલ તો આ સિનિયર સિટીઝન દર્દીની સારવારમાં અને પરિવારની મુશ્કેલી વધારતું બે જવાબદાર તંત્ર ઉપર કોઈ જવાબદાર અધિકારી કે આરોગ્ય વિભાગ કોઈ નક્કર પગલાં લેશે કે કેમ એ જોવાનું રહ્યું?.

બે દરકારીને લઈ પરિવારજનોઓ હેસ્પિટલના તંત્રની કામગરી ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા. આ બાબતે દર્દી પંકજભાઈ ઠકકર અને તેમના પરિવાજનો ખુબજ લાચર અને મજબૂર બની ગયા છે, હાલ તો પરિવારના જણાવ્યા મુજબ જો દર્દીને કંઈ પણ થશે તો જવાબદાર હોસ્પિટલ તંત્ર રહેશે.