બહાર જવાનો પ્લાન હોય તો જરૂર વાંચી લો આ એડવાઈઝરી
આ મહિનામાં તહેવારોને કારણે લોંગ વિકેન્ડ છે. ગુરુવારે 15 ઑગસ્ટ, શનિ-રવિ અને સોમવારે રક્ષાબંધનનની રજાઓ આવી રહી છે. અમદાવાદ સહિત ગુજરાતવાસીઓ વેકેશનના મૂડમાં છે. લોન્ગ વિકેન્ડનો લાભ લઈને લોકો બહાર ફરવા જવાના મુડમાં છે. તેને કારણે આ સપ્તાહના અંતમાં અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોનો ધસારો વધી શકે છે. આથી અમદાવાદ એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
જો તમે પણ આ લાંબી રજાઓમાં ફ્લાઇટ દ્વારા બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે કામના છે. કારણ કે ગુરૂવારે 15 ઓગસ્ટના દિવસે સ્વતંત્ર દિવસની તૈયારીઓના ભાગરૂપે એરપોર્ટ પર સિક્યોરિટી પણ વધારી દેવામાં આવી છે. જેથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઑથોરિટી દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં જણાવાયું છે કે આ અઠવાડિયે 15 ઑગસ્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરિટી વધારાઈ છે, જેથી દરેક મુસાફરે શક્ય એટલું વહેલું એરપોર્ટ પર પહોંચી જવું હિતાવહ છે.
અમદાવાદ ઍરપૉર્ટ પર લાંબા વિક એન્ડને કારણે મુસાફરો વધી જવાથી એર ટ્રાફિક વધુ રહેશે અને સ્વતંત્ર દિવસના ભાગરૂપે વીઆઇપી મુવમેન્ટ પણ વધી શકે છે. એટલે કે, એર ટ્રાફિક વધવાને કારણે મુસાફરોને વધુ સમય ફાળવવા માટે જણાવવામાં આવ્યું છે.
આ એડવાઈઝરીમાં એરપોર્ટ દ્વારા મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, 15મી ઓગસ્ટને કારણે વધારે સિક્યોરિટી મેજર્સને ધ્યાનમાં રાખીને 20 ઓગસ્ટ સુધી મુસાફરો માટે એરપોર્ટ ઉપર સિક્યોરિટી ખડકી દેવામાં આવી છે. આથી તમામ મુસાફરોએ સિક્યોરિટી પ્રોટોકોલ પૂર્ણ કરવા માટે વધુ સમય ફાળવવો પડશે. જેથી કરીને ફ્લાઇટના ઓપરેશનમાં કોઈ વિલંબ ન થાય અને સિક્યોરિટી મેજર્સ ચેક કરવા માટે પણ ઓફિસર્સને તથા પેસેન્જરને પૂરતો સમય મળી રહે. આ માટે આ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
આ સપ્તાહે તહેવારોના લીધે લાંબી રજાઓ આવતી હોવાથી મુસાફરોનો ધસારો વધવાની સંભાવના છે. આ કારણસર સિક્યોરિટી પ્રોટોકોલ અને ચેક-ઈન સહિતની પ્રક્રિયામાં વધુ સમય જશે. આમ, ફ્લાઇટ ઑપરેશનમાં કોઇ મોડું ન થાય અને સિક્યોરિટી ચેકિંગ માટે ઑફિસર્સને અને મુસાફરોને પૂરતો સમય મળી રહે તે માટે આ એડવાઇઝરી જાહેર કરાઈ છે. મુસાફરો કોઈ મુશ્કેલીમાં ના મૂકાય તે માટે ઍરપૉર્ટ ઓથોરિટીએ તમામને વહેલા પહોંચવાની અપીલ કરી છે.