હાલમાં જ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વાઈરલ વીડિયોમાં વિનોદ કાંબલી બરાબર ચાલી શકતો ન હતો, જેથી ઘણાં લોકો આગળ ચાલવા માટે તેની મદદ કરી રહ્યા હતા. આ વીડિયોએ ઘણાં ક્રિકેટ ચાહકોને પરેશાન થયા હતા અને તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતા પણ વ્યક્ત કરી હતી. વીડિયો સામે આવ્યા પછી એવી અફવાઓ વહેતી થઈ હતી કે કાંબલીની તબિયત ખરાબ છે.
વીડિયો વાયરલ થયા પછી વીડિયો વાયરલ થયા પછી ચિંતિત થઇને વિનોદ કાંબલીના બે જૂના મિત્રો અને ક્લાસમેટ રિકી અને તેનો ભાઈ ભૂતપૂર્વ અમ્પાયર માર્કસ તેના ઘરે ગયા અને તેમને મળ્યા હતા. એક ઇન્ટરવ્યુ દરમિયાન માર્કસે ખુલાસો કર્યો કે, વિનોદ કાંબલી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
માર્કસે જણાવ્યું, કાંબલીએ ગુરુવારે બપોરે લગભગ પાંચ કલાક સુધી પોતાના ભાઈઓ સાથે મનોરંજન કર્યું હતુ. વચ્ચે વચ્ચે તે પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગની પળો તાજી કરી રહ્યા હતા. તેઓએ જૂના હિન્દી ગીતો સાંભળીને ખૂબ મનોરંજન કર્યું, માર્કસે કહ્યું, જ્યારે અમે તેઓને મળ્યા તો તે ખુશમિજાજ હતા. તેની હાલમાં સુધારો થઈ રહ્યો છે અને પહેલા કરતા સારી સ્થિતિમાં છે. જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તે જૂનો છે. તેના પેટમાં ચરબી નથી અને તે ખોરાક પણ સારી રીતે લે છે. કાંબલીએ મને કહ્યું કે, સોશિયલ મીડિયા પર ભરોસો ન કરવો જોઈએ, તે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે.
કાંબલીએ પણ કહ્યું કે તે ઠીક છે. એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં વિનોદ કાંબલી તેના સ્વાસ્થ્ય અંગે અપડેટ આપતો જોવા મળી રહ્યા છે. આ વીડિયોમાં તે કહી રહ્યો છે કે તે સંપૂર્ણપણે ફિટ છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અપલોડ કરાયેલા એક વીડિયોમાં કાંબલીએ થમ્બ્સ અપ કરતા કહ્યું હતું કે, તે ફિટ અને ફાઇન છે. હસતાં હસતાં ભૂતપૂર્વ ભારતીય બેટરે ચાહકોને પોતાની હેલ્થ અપડેટ આપી હતી. તેણે કહ્યું, ‘હું ઠીક છું, હું ઠીક છું માર્કસ. ભગવાનની કૃપાથી મારું જીવન ચાલી રહ્યું છે. હું ત્રીજા નંબર પર બેટિંગ કરવા માટે તૈયાર છું. હું મારી બેટિંગ વડે સ્પિનરોના બોલને મેદાનની બહાર ફટકારીશ, જેમ આપણે શિવાજી પાર્કમાં રમતા હતા!’
વિનોદ કાંબલી ગુજરાન બીસીસીઆઈના પેન્શન દ્વારા પસાર થઈ રહ્યું છે. કાંબલીએ ભારત માટે કુલ 17 ટેસ્ટ અને 104 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેઓએ ક્રમશઃ 1084 અને 2477 રન બનાવ્યાં છે. તેના નામે ટેસ્ટ ક્રિકેટમાં 2 બેવડી સદી નોંધાયેલી છે. વનડેમાં પણ તેઓએ 2 સદી ફટકારી ચૂક્યા છે.