“વાસ્ક્યુલર રોગોના ભયજનક ડરનો સામનો કરી રહ્યું છે ભારત, દર ત્રણ મિનિટે એક પગ કપાય છે

What-Is-a-Vascular-Surgeon

ભારતની 1.41 અબજની વસતીમાં વાસ્ક્યુલર સર્જનોની સંખ્યા માત્ર 550 છે. અને આ અછતને કારણે ઘણી વખત દર્દીઓની વિલંબિત અથવા અપૂરતી સંભાળ લેવામાં આવે છે, જે જટિલતાઓ અને મૃત્યુદરનું જોખમ વધારે છે.

જાણીતા વાસ્ક્યુલર અને એન્ડોવાસ્ક્યુલર સર્જન ડોક્ટર સુર્જલ શાહ રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસે જાણાવે છે કે, દેશની આરોગ્યસંભાળમાં વાસ્ક્યુલર હેલ્થના મહત્વને રેખાંકિત કરતી અમારા તરફથી એક પહેલ છે. વાસ્ક્યુલર રોગોના વધતા વ્યાપ સામે જાગૃતિ જરૂરી છે અને વાસ્ક્યુલર સિસ્ટમની તેમની સંપૂર્ણ સમજણ અને અદ્યતન સર્જિકલ તકનીકોમાં નિપુણતા સાથે, ડૉ. શાહ અસંખ્ય દર્દીઓના પગમાં સામાન્ય રક્ત પ્રવાહને પુનઃસ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે, આમ પગના અંગવિચ્છેદનના સખત પગલાંને અટકાવે છે.

ડાયાબિટીસ, સ્મોકિંગ અને કોલેસ્ટરોલથી વાસ્કયુલર રોગ ઉદ્ભવે

વિશ્વની ડાયાબિટીસની રાજધાની તરીકે અને તમાકુના ઊંચા વપરાશ સાથે, ભારત વાસ્ક્યુલર રોગોના ભયજનક ડરનો સામનો કરી રહ્યું છે. અંગવિચ્છેદન અને  જાનહાની જેવા કોમ્પ્લીકેશન વાસ્ક્યુલર રોગો ને વધારે ગંભીર બનાવે છે. ખાસ કરીને ડાયાબિટીસ, સ્મોકિંગ અને કોલેસ્ટરોલથી વાસ્કયુલર રોગ ઉદ્ભવે છે. સામાન્ય રીતે હૃદયરોગ અંગે લોકોને માહિતી હોય છે પરંતુ શરીરનાં અન્ય અંગોમાં દુખાવો, અલ્સર અને ગ્રેગ્રીન સુધી પહોંચી જતાં રોગ અંગે માહિતી ન હોવાથી જાગૃતિ લાવવી જરૂરી છે

ભારતમાં દર ત્રણ મિનિટે એક પગ કપાય

ભારતમાં દર ત્રણ મિનિટે એક પગ કપાય છે, જેના કારણે રોજના આશ્ચર્યજનક રીતે ૬૦૦ અંગો અને વાર્ષિક ૨,૦૦,૦૦૦ થી વધુ અંગો, ખાસ કરીને પગ કપાય છે. આ કટોકટી માત્ર આંકડાઓ સુધીજ સીમીત નથી, પણ પરિવારો પર જબરદસ્ત નાણાકીય અને ભાવનાત્મક બોજ મૂકે છે. આનો સામનો કરવા વાસ્ક્યુલર આરોગ્ય અને વાસ્ક્યુલર સર્જનોની નિર્ણાયક ભૂમિકા અને એમની વિશે જાગૃતિ લાવવાની તાતી જરુર છે.

વાસ્ક્યુલર સર્જન – ધમની અને શિરાની બિમારીઓની સારવાર કરે

  • 1. મેડીસીન—વાસ્ક્યુલર રોગોને નિયંત્રિત કરવા માટે પ્રાઇમેરી સ્ટેજમાં દવા કરવામાં આવે છે.
  • 2. એન્ડોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન્સઃ બ્લોકેજની સારવાર માટે બલુન અને સ્ટેન્ટનો ઉપયોગ થતો હોય છે.
  • 3.ઓપન એન્ડ હાઇબ્રિડ વાસ્ક્યુલર સર્જરીઃ ઓપન ઓપરેશન તેમજ કેથલે બના સંયોજન થી થતા જટીલ વાસ્ક્યુલર ઓપરેશન.

જો તમે અથવા તમારા પ્રિયજન ગેંગ્રીન, પગના અલ્સર, ડીવીટી, વેરિકોઝ વેઇન્સ, ડાયાબિટીક અલ્સર, વાસ્ક્યુલર માલ ફોર્મેશન, સોજાવાળા પગ અથવા એન્યુ રિઝમથી પીડાતા હોવ, તો વાસ્ક્યુલર સર્જન ને કન્સ્લ્ટ કરવુ અનિવાર્ય છે.

1.41 અબજની વસતીમાં વાસ્ક્યુલર સર્જન માત્ર 550

કારણ કે ભારતની 1.41 અબજની વસતીમાં વાસ્ક્યુલર સર્જનોની સંખ્યા માત્ર 550 છે. અને આ અછતને કારણે ઘણી વખત દર્દીઓની વિલંબિત અથવા અપૂરતી સંભાળ લેવામાં આવે છે, જે જટિલતાઓ અને મૃત્યુદરનું જોખમ વધારે છે.

તેથી, અમે તબીબોને વાસ્ક્યુલર સર્જરીની વિશેષતા ધ્યાનમાં લેવા વિનંતી કરીએ છીએ. ઉપરાંત, ભારતમાં વાસ્ક્યુલર સર્જનોની જરૂરિયાતને અનુરૂપ તેમને તાલીમ પણ આપવામા આવે છે.  અંગવિચ્છેદન ઘટાડવા અને જીવન બચાવવાના મિશનમાં તમારી ભૂમિકા નિર્ણાયક છે.