ટીવીની લોકપ્રિય અભિનેત્રી હિના ખાનના ચાહકો માટે એક આઘાતજનક સમાચાર છે. પ્રસિદ્ધ ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનો રોલ પ્લે કરીને ઘરે-ઘરે ફેમસ થયેલી અભિનેત્રી હિના ખાનને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. હિના ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફેન્સને આ અંગે જાણકારી આપી છે. આ સાથે જ અભિનેત્રીએ કહ્યું કે, તે આ રોગ પર કાબુ મેળવવા માટે મજબૂત, નિર્ધારિત અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું.
અભિનેત્રી હિના ખાને પોસ્ટ કરીને આ માહિતી આપી. તેમણે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ કરી છે અને ચાહકો પાસે ગોપનીયતાની વિનંતી કરી છે. હિના ખાને પોસ્ટ શેર કરતા લખ્યું કે, ‘બધાને હેલો. તાજેતરની અફવાને સંબોધવા માટે, હું મારા ચાહકો અને જેઓ મને પ્રેમ કરે છે અને કાળજી રાખે છે તેમને કેટલાક મહત્વપૂર્ણ સમાચાર જણાવવા માંગું છું.
https://www.instagram.com/p/C8v9bSJCG1v/?img_index=1
હિના ખાને કહ્યું કે, ‘મને સ્ટેજ થ્રી બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. આ પડકારજનક નિદાન હોવા છતાં હું દરેકને ખાતરી આપવા માંગુ છું કે હું સારું કરી રહી છું. હું આ રોગ પર કાબુ મેળવવા માટે મજબૂત, નિર્ધારિત અને સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે, અને હું આમાંથી વધુ મજબૂત બનવા માટે જરૂરી બધું કરવા તૈયાર છું.’
હિના ખાને આગળ લખ્યું કે, ‘હું તમને બધાને વિનંતી કરું છું કે આ સમયે મારી પ્રાઈવસીનું સન્માન કરો. હું તમારા પ્રેમ, શક્તિ અને આશીર્વાદની ખૂબ પ્રશંસા કરું છું. હું, મારા પરિવાર અને પ્રિયજનો સાથે, ધ્યાન કેન્દ્રિત, નિર્ધારિત અને હકારાત્મક રહું છું. સર્વશક્તિમાનની કૃપાથી, અમે માનીએ છીએ કે હું આ પડકારને પાર કરીશ અને સંપૂર્ણ સ્વસ્થ રહીશ. કૃપા કરીને તમારી પ્રાર્થના, આશીર્વાદ અને પ્રેમ મોકલો.’
હિના ખાન પહેલા પણ ઘણી એક્ટ્રેસ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની ચુકી છે અને તેઓ આ બીમારીને હરાવીને સામાન્ય જીવનમાં પાછી આવી છે.
સોનાલી બેન્દ્રે
સોનાલી બેન્દ્રેને વર્ષ 2018માં મેટાસ્ટેટિક કેન્સર હોવાનું નિદાન થયું હતું. તે પણ હવે સ્વસ્થ થઈ ગઈ છે.
મનીષા કોઈરાલા
મનીષા કોઈરાલા પણ કેન્સરનો શિકાર બની ચૂકી છે, પરંતુ તેને ઓવેરિયન કેન્સર થયું હતું. તે 2017 માં સ્વસ્થ થઈ હતી.
તાહિરા કશ્યપ
આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ પણ બ્રેસ્ટ કેન્સર થયું હતું. તેણીને શરૂઆતમાં જ તેની જાણ થઈ અને તે સ્વસ્થ થઈ ગઈ.
મમા ચૌધરી
પરદેશ ફેમ એક્ટ્રેસ મહિમા ચૌધરીને પણ બ્રેસ્ટ કેન્સર થયું હતું. તેણે કેન્સર સામેની લડાઈ જીતી લીધી છે.
છવી મિત્તલ
ટીવી એક્ટ્રેસ છવી મિત્તલને વર્ષ 2022માં બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણે સ્ટેજ 1 કેન્સર થયું હતું અને સર્જરી પછી એક્ટ્રેસ તેના સામાન્ય જીવનમાં પાછી આવી હતી.
મુમતાઝ
રાજેશ ખન્ના સાથે ઘણી શાનદાર ફિલ્મો આપવા માટે જાણીતી એક્ટ્રેસ મુમતાઝને પણ બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું છે. તે તેમાંથી સ્વસ્થ થઈ ગઈ છે.
હંસા નંદિની
સાઉથની સુપરસ્ટાર એક્ટ્રેસ હંસા નંદિનીને પણ સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર થયું હતું. તેણી તેની સામે લડી અને યુદ્ધ જીતી.
શગુફ્તા અલી
ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી એક્ટ્રેસ શગુફ્તા અલી ઘણા વર્ષો સુધી કેન્સરની લડાઈ લડી હતી.
બાર્બરા મોરી
કાઈટ ફિલ્મમાં રિતિક રોશન સાથે જોવા મળેલી એક્ટ્રેસ બાર્બરા મોરી પણ બ્રેસ્ટ કેન્સર સામે લડી ચુકી છે. આ પછી તેણે મહિલાઓને આને લઈને જાગૃત કરી હતી.
ક્રિસ્ટીના એપલગેટ
લોકપ્રિય વેબ સિરીઝ ફ્રેન્ડ્સમાં જોવા મળેલી એક્ટ્રેસ ક્રિસ્ટીના એપલગેટ પણ બ્રેસ્ટ કેન્સરનો શિકાર બની હતી.