કાલે 12 વાગ્યે તમામ નેતાઓ સાથે ભાજપ કાર્યાલય આવીશું, જેની ધરપકડ કરવી હોય કરી લોઃ કેજરીવાલ

kejriwal-pc

અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્વાતિ માલીવાલ વિશે કશું કહ્યું ન હતું
બિભવ કુમારની ધરપકડ બાદ દિલ્હીનાં સીએમ અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ યોજી કરી જાહેરાત

સ્વાતી માલીવાલ સાથે મારઝૂડ કેસમાં કેજરીવાલનાં પીએ બિભવ કુમારની ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે (18 મે)એ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે રવિવારે તેમના તેઓ તમામ ટોચના નેતાઓ સાથે બીજેપી હેડક્વાર્ટર પહોંચશે.

જો કે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્વાતિ માલીવાલ વિશે કશું કહ્યું ન હતું. જોકે એવી અપેક્ષા હતી કે સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ના મુદ્દે અરવિંદ કેજરીવાલ કંઈક બોલશે, મોટું નિવેદન આપશે. પરંતુ પોતાના સંબોધનમાં તેમણે સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો ન હતો.

https://x.com/ANI/status/1791793452281446888

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે આવતીકાલે બપોરે 12 વાગે બીજેપી હેડક્વાર્ટર તેમના તમામ ધારાસભ્યો અને સાંસદો અને પાર્ટીના તમામ મોટા નેતાઓ સાથે આવશે. તમારે જેની ધરપકડ કરવી હોય કરી લો. પહેલા મને જેલમાં નાખ્યો અને આજે મારા પીએને જેલમાં નાખી દીધો.

કેજરીવાલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આમ આદમી પાર્ટી સાથે જેલનો ખેલ ખેલી રહ્યાં છે. એક પછી એક નેતાઓને જેલમાં ધકેલી રહી છે. તેમણે મંનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહને જેલમાં નાંખી દીધા છે. હવે મારા PAને પણ જેલમાં નાંખી દીધા છે. હવે તેઓ કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢા, આતિશી અને સૌરભ ભારદ્વાજને પણ જેલમાં મોકલી દેશે.

https://x.com/ArvindKejriwal/status/1791793606392484014

કેજરીવાલે કહ્યું કે, એક એક કરીને અમારા નેતાઓને જેલ મોકલવામાં આવી રહ્યા છે. તેમણે મને જેલમાં મોકલી દીધો, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સંજય સિંહ અને હવે આજે મારા પીએને જેલમાં નાખી દીધા. હવે તેઓ કહી રહ્યા છે કે રાઘવ ચઢ્ઢાને પણ જેલમાં નાખીશું. જે હમણા જ લંડનથી પરત ફર્યા છે. તેઓ કહી રહ્યા છે કે સૌરભ ભારદ્વાજને પણ જેલમાં નાખીશું, આતિશીને પણ જેલમાં નાખીશું. જેને જેલમાં નાખવા હોય તેને નાખીદો. ક્યાં સુધી પીએમ જેલની રમત રમશે.’

કેજરીવાલે કહ્યું કે તમે જોઈ શકો છો કે ભાજપ કેવી રીતે આમ આદમી પાર્ટી પાછળ પડી ગઈ છે. અમે દિલ્હીમાં સારું કામ કર્યું છે, એટલા માટે અમને જેલ મોકલવા માંગે છે. જે કામ તેઓ નથી કરી શકતા તે અમે કરી રહ્યા છીએ. અમારી ભૂલ એ છે કે અમે શાળા અને મહોલ્લા ક્લિનિક બનાવ્યા છે, અમે ફ્રી વીજળી આપી, પણ તેઓ આ માટે સક્ષમ નથી.