ઘોરણ 12નું પરિણામ જાહેર, સામાન્ય પ્રવાહ 91.93 ટકા, વિજ્ઞાન પ્રવાહ 82.45 ટકા, ઘોરણ 10નું પરિણામ 11મીએ

12th Result General Stream and Science Stream Result

GSEB 12th પરિણામ: ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12નું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાહેર થઈ ગયું છે. સા.પ્રવાહ માટે રાજ્યના 502 કેન્દ્ર અને વિ.પ્રવાહના 147 કેન્દ્રો પર પરીક્ષા યોજાયેલી હતી

વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપે છે ત્યારબાદ પરિણામની અતુરતાથી રાહ જોતા હોય છે. આ આતુરતાનો આજે અંત આવ્યો છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ની સાયન્સ, આર્ટસ અને કોમર્સ પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. સામાન્ય પ્રવાહનું પરિણામ 91. 93 ટકા જ્યારે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82. 45 ટકા પરિણામ જાહેર થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડના ઇતિહાસમાં પહેલી વખત એક સાથે બે પરિણામો જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ ગુજકેટ નું પરિણામ પણ આજે જ જાહેર કરાયું છે.

સામાન્ય પ્રવાહનું પરિણામ (91. 93%)

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ પરીણામની માહિતી આપતા જણાવ્યું કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3 લાખ 47 હજાર 738 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું છે. આ વર્ષે સામાન્ય પ્રવાહનું 91. 93 ટકા પરિણામ આવ્યું છે. ઉચ્ચતર માધ્યમિક શાળાના સામાન્ય પ્રવાહ માટે રાજ્યમાં 502 કેન્દ્રો પર પરીક્ષા યોજાયેલી હતી જેમાં 3,79,759 ઉમેદવારો નિયમિત નોંઘાયા હતા, જે પૈકી 3,78,268 પરીક્ષામાં હાજરી આપી હતી. રાજ્યનું ઘોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા આવેલ છે.આગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયેલા વિદ્યાર્થીઓમાં 29,179 પાસ થયા છે.

GSOS પરિણામ 54.98%

ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ (GSOS) 29,455 રેગ્યુલર ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 28,021 પરીક્ષામાં ઉપસ્થિત રહેલા હતા. તેમાથી 15,407 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેનું રાજ્યમાં પરિણામ 54.98 ટકા

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ (82. 45%)

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષમાં કુલ 147 કેન્દ્ર હતા જેમાં 1 લાખ 31 હજાર 849 પરીક્ષાર્થી વિદ્યાર્થીઓ હતા. તે પરીક્ષામાં ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ 1 લાખ 30 હજાર 650 હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,414 નોંધાયેલ હતા, તે પૈકી 1,11,132 ઉપસ્થિત હતા. 91 હજાર 625 વિદ્યાર્થીઓ પ્રમાણ પત્ર મેળવાના પાત્ર થયેલા. રાજ્યનું ઘોરણ 12નું પરિણામ 82.45 ટકા આવેલ છે.

ગુજકેટનું પરિણામ 82.45%

આજરોજ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ સાથે ગુજકેટનું પણ પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. સમગ્ર રાજ્યમાં ગુજકેટનું પરિણામ 82.45 ટકા જેટલો પ્રાપ્ત થયેલ છે.

વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહમાં સૌથી વધુ પરિણામ

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 વિ. પ્રવાહ, સા. પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા પરિણામ જાહેર થયું છે.

વિજ્ઞાન પ્રવાહમાં 91 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. વિજ્ઞાન પ્રવાહમાં મોરબીનું પરિણામ સૌથી વધુ રહ્યું છે. કુંભાણીયા કેન્દ્રનું સૌથી ઊંચુ 97.97 ટકા જ્યારે બોડેલી કેન્દ્રનું સૌથી ઓછું 47.98 ટકા પરિણામ જાહેર થયું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કચ્છના ખાવડાનું સૌથી ઓછું પરિણામ તો બોટાદ જિલ્લાનું સૌથી ઉંચુ 96.40 ટકા જ્યારે જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછુ 84.81 ટકા તો ગાંધીનગરનું છાલા કેન્દ્રનું સૌથી ઉંચુ 99.61 ટકા જ્યારે પરિણામ જાહેર થયું છે.

વર્ષ 2023થી વધુ પરિણામ

પાછલા વર્ષ 2023ની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ ઉંચું આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સામાન્ય પ્રવાહનું પરિણામ ૧૮ ટકા ઊંચું આવ્યું છે. તો ગત વર્ષની સરખામણીમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૧૭ ટકા ઊંચું આવ્યું છે.

સામાન્ય પ્રવાહનું પરિણામ

વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી પરિણામ જોઇ શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ 6357300971 WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે.

ગુજરાતમાં 11 થી 26 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાઈ હતી. વિજ્ઞાન પ્રવાહના 1 લાખ 11 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો સામાન્ય પ્રવાહના 3 લાખ 50 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વર્ષ 2023 માં 4 લાખ 77 હજાર વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાંથી 3 લાખ 49 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી હતી. ગત વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી. ગત વર્ષે 80.39 ટકા વિદ્યાર્થીનીઓનું પરિણામ રહ્યું, જ્યારે 67.03 ટકા વિદ્યાર્થીઓનું પરિણામ રહ્યું. જો કે વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓએ 66.32 ટકા સાથે વધુ પરિણામ મેળવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીનીઓનું પરિણામ 64.66 ટકા રહ્યું હતું.

પરિણામને રાજકીય રંગ નહિ

રાજ્યમાં લોકસભા ચૂંટણીને આચાર સહિતાના પગલે આજનું પરિણામ ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી સાથે પ્રસિદ્ધ કરાયું છે. ચૂંટણી પંચ દ્વારા અનેક નિયમોને આધીન પરિણામ જાહેર કરવાની શરતી મંજૂરી આપી છે. પરિણામની જાહેરાતમાં કોઈ પણ રાજકીય નેતા હાજર ન રહી શકે તેવી પૂર્વ શરત મૂકાઈ છે. સરકારી યોજના કે અન્ય કોઈપણ જાતના બેનરો પ્રસિદ્ધ ન કરવાની પૂર્વ શરત કરાઈ છે. પરિણામને કોઈપણ જાતનો રાજકીય રંગ ન આપી શકાય તે પણ પૂર્વ શરતમાં સામેલ છે.

ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન બંછાનિધિ પાનીએ ધોરણ-10 ના પરિણામની તારીખ પણ જાહેર કરી છે. 11મી મે ના રોજ સવારે 8 વાગે ધોરણ 10 નું પરિણામ જાહેર થશે.