ટૂંક સમય પહેલા ૧૮ ડિસેમ્બરના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસી, શિલોંગન, મેધાલયની મુલાકાતે હતા જ્યાં તેમણે રૂ. ૨,૪૫૦ કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. શિલોંગમાં વડાપ્રધાને પરંપરાગત ખાસી ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં તેમની એક ફોટો શેર કરતા ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી જે ડ્રેસ પહેરે છે તે મહિલાઓ પહેરે છે.
ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ હિતેન્દ્ર પીઠાડિયાએ એક પ્રકારની એડિટેડ કરેલા બે ફોટા ટિ્વટ કર્યો છે, જેમાં નરેન્દ્ર મોદીની ફોટો ઑનલાઇન સ્ટોરના સ્ક્રીનશોટ સાથે છે. બતાવવામાં આવ્યું છે કે આ જ ડ્રેસ એક છોકરી પહેરે છે અને તે ઓનલાઈન સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ ટ્વીટ દ્વારા એવું બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિલાઓનો ડ્રેસ પહેરે છે. બાદમાં તેણે આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.
યુનાઈટેડ વિથ કોંગ્રેસ નામના હેન્ડલે પણ એક પ્રકારની એડિટેડ કરેલા બે ફોટા શેર કર્યો છે.
વાયરલ સ્ક્રીનશોટમાં ડ્રેસનું વર્ણન સર્ચ કર્યું. જીરીિર્ઙ્મૈહી ઉીટ્ઠિ નામની વેબસાઈટ પર અમને આવું જ એક પેજ મળ્યું. જ્યારે અમે આ વેબસાઈટ પરના ચિત્ર અને વર્ણનની તુલના વાયરલ સ્ક્રીનશોટ સાથે કરી, ત્યારે અમને જાણવા મળ્યું કે તે સંપાદિત અને બદલાયેલ છે; નરેન્દ્ર મોદી દ્વારા પહેરવામાં આવેલ ખાસી ડ્રેસ આ વેબસાઈટ પરથી લીધેલા ચિત્રમાં ઉમેરવામાં આવ્યો છે. આ વેબપેજ પરના કપડાંની કિંમતો, પેમેન્ટ મોડ, મોડલની સ્ટેન્ડિંગ સ્ટાઈલ વગેરે વાયરલ સ્ક્રીનશોટ સાથે બરાબર મેળ ખાય છે. નીચે આપેલ દ્રશ્ય સરખામણી દ્વારા આ વધુ સારી રીતે સમજી શકાય છે.
એકંદરે, તૃણમૂલ કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદ, કોંગ્રેસના નેતા હિતેન્દ્ર પીઠાડિયા સહિત ઘણા સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ શિલોંગમાં નરેન્દ્ર મોદી દ્વારા પહેરવામાં આવેલા ખાસી ડ્રેસની એક સંપાદિત તસવીર શેર કરી, તેને મહિલા ડ્રેસ તરીકે રજૂ કરી.બાદમાં કીર્તિ આઝાદે સ્પષ્ટતા કરતી બીજી પોસ્ટ મૂકી અને માફી માંગી.