આવનારી મારી ત્રીજી ટર્મમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશઃ વડાપ્રધાન મોદી

pm-modi-deesa

આ પીએમ, બીએમ બધું દિલ્લીમાં અહીંયા તો તમારા નરેન્દ્રભાઈ આવ્યા છે: પીએમ મોદી
કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપ સિવાય એકપણ પાર્ટી 272 ઉમેદવાર લડાવતા નથી. તમે 272 લડાવતા નથી અને કહો છોકે અમે સરકાર બનાવીશુંઃ પીએમ મોદી
જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી SC, ST અને OBCની અનામત નહીં હટે, કોગ્રેસના ઢંઢેરામાં મુસ્લિમ લીગની છાપ છે’

લોકસભાની ચૂંટણીનો પ્રચાર જોરસોરથી ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. જે અને આવતીકાલે એમ બે દિવસ તેઓ ચૂંટણી સભા સંબોધવાના છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાત પ્રચારના શ્રી ગણેશ ડીસાથી કર્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદથી તેઓ ડીસા પહોંચ્યા છે. ડીસામાં બપોરે સભા હોવાથી સભા મંડપમાં મિસ્ટિંગ કુલિંગ સિસ્ટમ લગાવી લોકોને ગરમીથી બચાવવાના પ્રયાસ કરાયો હતો.

ડીસામાં પીએમ મોદીએ સભાને સંબોધતા કહ્યું કે, મા અંબાના ચરણોમાં શિશ નમાવીને પ્રથમ ચૂંટણી સભાની શરૂઆત કરું છું. બધા પીએમ સાહેબ આવ્યા છે તેમ કહે છે, પણ પીએમ તો દિલ્હીમાં અહીં તો આપણા નરેન્દ્રભાઈ આયા છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, હું ગુજરાતની જનતાને સેલ્યુટ કરું છું કે તેમણે પોતાની સૂઝબુઝથી અસ્થિર સરકાર નથી આવવા દીધી. કોંગ્રેસને ગુજરાતમાંથી હટાવી છે તો આજે એને પગ નથી રાખવા દીધો. કોંગ્રેસ પાસે ન મુદ્દા, ન વિઝન અને ન કામ કરવાનું જુનુન છે. કોંગ્રેસના વચનો, વાદા, નારા અને નિયત ફેક છે. તેમને લાગે છે મોદી છે ચા વાળો છે ગરીબનો દીકરો છે. હિંમત હોય તો સામે વાર કરો આ ફેક વીડિયો નહીં, હિંમત હોય તો સામસામે આવીને બે-બે હાથ કરો, બતાવી દઈશું દાળભાત ખાવા વાળો શું કરી શકે છે. હવે ચૂંટણીમાં તેમની વાત નથી ચાલતી તો ફેક વીડિયો વાઈરલ કરે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે,તમે ગુજરાતીઓએ મને મોટો કર્યો છે, તમે ચિંતા ન કરો આ વખતે તેમનો ખેલ પૂરો છે. આ વખતે કોંગ્રેસની સ્થિતિ એવી છે. તમારે સરકાર બનાવવી હોય તો ઓછામાં ઓછા 272 સાંસદ જોઇએ. ભાજપ સિવાય એકપણ પાર્ટી 272 ઉમેદવાર લડાવતા નથી. તમે 272 લડાવતા નથી અને કહો છોકે અમે સરકાર બનાવીશું. આજે તેમની સ્થિતિ એવી છેકે, તેમના શાહી પરિવારની દશા એવી છેકે તેઓ પોતે આ વખતે કોંગ્રેસને મત નહીં આપી શકે. આ વખતે ત્યાં કોંગ્રેસનો ઉમેદવાર જ નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આપણે ત્યાં દરેક માતા-પિતા મૃત્યુ પછી સંતાનોને કંઇને કંઇ આપીને જવાની ઇચ્છા રાખે. બધા માતા-પિતા કંઇકને કંઇક બચત કરે. કોંગ્રેસે તેના પર નજર નાખી છે અને જાહેર કર્યું છેકે તમે જે બચાવ્યું હોય તે તમે તમારા સંતાનોને નહીં આપો. કોંગ્રેસ તમારી પાસેથી અડધાથી ઉપર ટેક્સ સ્વરૂપે લઇ લેશે. માટે મારી તમને વિનંતી છેકે કોંગ્રેસથી ચેતતા રહેજો. તેમનો ઢંઢેરો આપ્યો ત્યારે મે કહ્યું હતું કે મુસ્લિમ લીગની છાપ છે. તેમના એક પછી એક પન્ના ખુલવા લાગ્યા છે. તેમણે કહ્યું છેકે, આખા દેશનો સર્વે કરીશું. તમારા લોકરમાં શું પડ્યું છે, તમારા ઘરમાં, તમારી બેન્કમા જે પડ્યું છે તે લૂંટી લેવાનું છે. પછી જેની પાસે નથી તેને વહેચી દેવાનું. આ દેશને તબાહ કરવા નીકળ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમે બધા જાણો છોકે ચૂંટણી બાદ હું પહેલા 100 દિવસ શું કરીશ તેના કામ પર લાગી જાવ છું. આ વખતે અમે નવા સંકલ્પ લઇને આવનારા છીએ. પહેલા કરતા વધારે એકજૂટ થઇને દરેક બુથ પર વધુ કમળ અપાવવાના છે. હું તમામ લોકસભા સીટો જીતવાથી સંતુષ્ટ થવાનો નથી. ખાલી બધી સીટો જીતવી નથી. પણ બધા પોલિંગ બુથ જીતવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, 2014ની ચૂંટણીમાં હું પહેલી વાર લોકસભાના મેદાનમાં આવ્યો ત્યારે કોંગ્રેસના મુદ્દા હતા કે, આ ચાવાળો, ગુજ્જુ, દાળભાત ખાનારો શું કરવાનો છે. તેઓ મારી મજાક ઉડાવતા હતા પરંતુ દેશની જનતાએ જવાબ આપ્યો અને જે એક સમયે 400 બેઠકો જીતતા હતા તે 40 પર અટકી ગયા હતા. 2019માં પણ તેઓ કંઇ શીખ્યા નહીં અને ચોકીદાર ચોર છે, મોદી ખુનની દલાલી કરે છે, રાફેલના રમકડાં લઇને સભામાં તેઓ ફરતા હતા. જનતાએ પણ ફરી એકવાર એવી સ્થિતિ બનાવી કે વિપક્ષ પણ બની શક્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભા સંબોધતા જણાવ્યું હતું કે, 2019માં બધા માનતા હતા કે બીજી વખત સરકાર નહીં બને પણ 2019માં તમે મને બીજી વખત અસવર આપ્યો અને હું ફરી એકવાર દેશની સેવામાં લાગી ગયો. આ 2024ની ચૂંટણીમાં હું મારા 20-25 વર્ષના અનુભવ લઇને આવ્યો છું. દેશની સેવા 10 વર્ષ કરી છે. દેશના સામાર્થ્યને મે જાણ્યો છે. એ સામર્થ્યનો હું પૂજારી બની ગયો છું. એ સામર્થ્ય સાથે ગેરન્ટી લઇને આવ્યો છું. ગેરન્ટી આપવા માટે હિંમત જોઇએ. મારી ગેરન્ટી છે. આવનારી મારી ત્રીજી ટર્મમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બનાવીને રહીશ.