T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમ જાહેર, હાર્દિક પંડ્યા ઉપકપ્તાન, કે.એલ રાહુલને ટીમમાં સ્થાન ન મળ્યુ

ICC Men’s T20 World Cup 2024

સિનિયર સિલેક્શન કમિટીએ મંગળવારે આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની 15-સભ્ય ટીમની પસંદગી કરી છે, જે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાશે

આઈસીસી મેન્સ ટી20 વિશ્વકપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આજે અમદાવાદમાં ITC નર્મદા ખાતે ચીફ સિલેક્ટર અને બીસીસીઆઈ સચિવ જયશાહ વચ્ચે યોજાયેલી બેઠકના નિર્ણય કર્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ આઈસીસી ટી20 વિશ્વકપમાં 5 જૂને પોતાના અભિયાનની શરૂઆત કરશે. જ્યારે 9 જૂને પાકિસ્તાન સામે મુકાબલો રમાશે.

ભારત 05 જૂન, 2024 ના રોજ ન્યુયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આયર્લેન્ડ સામે તેમના વિશ્વ કપ અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ તેજ સ્થળે 09 જૂન, 2024ના રોજ પાકિસ્તાન સામેની માર્કી ટક્કર થશે. ત્યારબાદ ભારત 12 અને 15 જૂને અનુક્રમે યુએસએ અને કેનેડા સામે રમશે.

ઈન્ડીયન ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (WK), સંજુ સેમસન (WK), શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ , અર્શદીપ સિંહ , જસપ્રિત બુમરાહ , મોહમ્મદ. સિરાજ.

રિઝર્વ ખેલાડીઓ

શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાન

સેમી-ફાઇનલ અને ફાઇનલ મેન

પ્રથમ સેમિ-ફાઇનલ – 26 જૂન, ગુયાના

બીજી સેંમિ-ફાઇનલ – 27 જૂન, ત્રિનિદાદ

ફાઇનલ મેચ

29 જૂન, બાર્બાડોસ

T-20 વર્લ્ડ કપ ભારતનો કાર્યક્રમ

5 જૂન – ભારત વિ આયર્લેન્ડ – ન્યૂયોર્ક

9 જૂન- ભારત વિ પાકિસ્તાન – ન્યૂયોર્ક

12 જૂન- ભારત વિ યુએસએ – ન્યૂયોર્ક

15 જૂન- ભારત વિ કેનેડા – ફ્લોરિડા

કયા ગ્રુપમાં કઈ ટીમ

Group A – ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, યુએસએ.

Group B – ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન.

Group C – ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડીઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગીની.

Group D – દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ.

રાહુલ દ્રવિડ અને BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને BCCIના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર T20I વર્લ્ડ કપની પસંદગીની બેઠકમાં હાજરી આપ્યા બાદ અમદાવાદની એક હોટલમાંથી રવાના થતા દ્રશ્યો.

વર્લ્ડ કપમાંથી કેએલ રાહુલ બહાર

T20I વર્લ્ડ કપમાંથી કેએલ રાહુલ, રિંકુ સિંહ, રવિ બિશ્નોઈને ટીમમાં સ્થાન મળ્યો નથી જ્યારે ચહલ અને સેમસન ટીમમાં સામેસ છે. રિષભ પંતે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી છે. રિઝર્વ ખેલાડીઓમાં શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ અને અવેશ ખાનનો સમાવેશ થાય છે