વડાપ્રધાન મોદી પણ 1 મેના રોજ અમદાવાદમાં ચૂંટણી સભાઓ ગજવશે
અમદાવાદ પૂર્વ સંસદીય મતવિસ્તારમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ જાહેર સભાને સંબોધન કરશે. આવતીકાલ મંગળવારને 30મી એપ્રિલે અમિત શાહ ફરી આવશે ગુજરાત. અમદાવાદના નરોડા વિસ્તારમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલના પ્રચાર્થે જાહેર સભા યોજાશે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણી જંગ જામી રહ્યો છે. ભાજપ કોંગ્રેસના રાષ્ટ્રીયકક્ષાના નેતાઓ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવી રહ્યાં છે. ત્યારે ત્રીજા તબક્કાનાં મતદાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે ગુજરાત આવશે. તેઓ કાલે અમદાવાદમાં વિજય સંકલ્પ સભા સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 1 મેના રોજ ગુજરાત આવવાના છે અને વિવિધ ઝોનમાં જનસભાઓ સંબોધન કરશે.
આવતીકાલે અમિત શાહ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ઉમેદવાર હસમુખ પટેલ માટે વિજય સંકલ્પ સભાને સંબોધશે. આ સભા સાંજે 6.30 વાગ્યાની આસપાસ નરોડામાં પંચાયત કચેરી નજીક થવાની છે. અમિત શાહના આગમનને લઇને અમદાવાદ ભાજપ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે પાટણમાં સભા સંબોધી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે 1 મેથી ગુજરાત આવવાના છે અને ચાર ઝોનમાં સભાઓ સંબોધન કરવાના છે.