અમદાવાદમાં સોનાનો ભાવ રૂ 74000, 2 દિવસમાં રૂ. 2300નો ઘટાડો, ચાંદીમાં રૂ. 3000નો ઘટાડો

gold-price

છેલ્લા બે દિવસમાં સોના-ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. 1200 ઘટી રૂ. 74000 પ્રતિ 10 ગ્રામ થયો હતો. છેલ્લા બે દિવસમાં સોનું રૂ. 2300 ઘટ્યું છે. તો ચાંદી પણ બે દિવસમાં રૂ. 3000 પ્રતિ કિગ્રા ઘટી છે.અમદાવાદમાં ચાંદીની કિંમત આજે રૂ. 2500 ઘટી રૂ. 80500 પ્રતિ કિગ્રા થઈ હતી. શનિવારે 10 ગ્રામ સોનાનો ભાવ રેકોર્ડ રૂ. 76300 પહોંચ્યો હતો.

સોના-ચાંદીના ભાવમાં ઘટાડાનું કારણ
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા પાછળનું કારણ વૈશ્વિક સ્તરે પડકારોમાં સુધારો છે. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસનું ભારણ હળવું થયુ છે. જેથી ક્રૂડના ભાવ ઘટ્યા છે. મધ્ય-પૂર્વ તણાવમાં ઘટાડો થતાં ક્રૂડ ઓઈલની કિંમતો ઘટી છે. રોકાણકારો હાલ અમેરિકી ફુગાવાના આંકડાઓની રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓએ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવતાં સોના-ચાંદીમાં ઘટાડો થયો છે.

સોના-ચાંદીમાં આકર્ષણ ઘટ્યું
વૈશ્વિક સ્તરે સોનાની કિંમત છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં 3 ટકા ઘટી છે. કિંમતી ધાતુમાં તેજી પાછળનું કારણ ફેડ દ્વારા વ્યાજદરોમાં ઘટાડાની તીવ્ર શક્યતા હતી, પરંતુ ઈરાન-ઈઝરાયલ યુદ્ધ હુમલાના પગલે ફેડએ આ વર્ષે વ્યાજદરોમાં કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત કરતાં સોના-ચાંદીમાં આકર્ષણ ઘટ્યું છે.