વિશ્વ યુદ્ધનું કેન્દ્ર શું ઈરાન-ઈઝરાયલ બનશે? હુમલો કરવા મન બનાવી ચૂક્યુ ઇઝરાયલ: US ડિપાર્ટમેન્ટ રિપોર્ટ

Israel and Iran will be the focus of World War

રશિયાએ પણ સ્પષ્ટ કહ્યું, જો નાટો ઈઝરાયલની સાથે છે તો ઈરાન પણ યુદ્ધમાં એકલું નથી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ વિશ્વ યુદ્ધનું કેન્દ્ર પણ બની શકે છે. યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી મોસ્કો અને તેહરાન વચ્ચેનું જોડાણ મજબૂત બન્યું છે. રશિયાને ઈરાની ડ્રોન અને મિસાઈલોનો સપ્લાય બંધ થયો નથી.

અરબ સાથે વિનાશક યુદ્ધની આશંકા વધી ગઈ છે. (United States Department of State) યુનાઇટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ અહેવાલ આપ્યો છે કે ઇઝરાયેલે ઇરાન પર હુમલો કરવાનો અંતિમ નિર્ણય લીધો છે. ઈરાને ઈઝરાયલ પર તાત્કાલિક જવાબી હુમલા માટે એક હજારથી વધુ મિસાઈલો અને ડ્રોન પણ તૈનાત કર્યા છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે મહાસત્તાઓ વચ્ચેના સંઘર્ષનો મોરચો બની ગયું છે. રશિયાએ પણ સ્પષ્ટ કહ્યું છે કે જો નાટો ઈઝરાયલની સાથે છે તો ઈરાન પણ યુદ્ધમાં એકલું નથી. રશિયાની એર સ્પેસ મિસાઈલ ફોર્સે ઈરાનની સુરક્ષા માટે મોટી તૈયારીઓ પૂરી કરી લીધી છે. નાટો દેશોની નેવી અને એરફોર્સ ખાસ એલર્ટ પર છે. એકંદરે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ પણ વિશ્વ યુદ્ધનું કેન્દ્ર બની શકે છે. જ્યારથી યુક્રેન સાથે રશિયાનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી મોસ્કો અને તેહરાન વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે. રશિયાને ઈરાની ડ્રોન અને મિસાઈલોનો સપ્લાય બંધ થયો નથી. હવે આ નો લિમિટ પાર્ટનરશિપમાં રશિયાની મદદનો તબક્કો આવી ગયો છે.

અમેરિકાને રશિયાનો પત્ર

રશિયાના રક્ષા મંત્રીએ અમેરિકી વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે. તેમાં લખવામાં આવ્યું છે કે જો ઈઝરાયેલ ઈરાન પર હુમલો કરશે તો રશિયા પણ ઈઝરાયલની ધરતી પર હુમલો કરશે. મુત્સદ્દીગીરીની ભાષામાં આવા સપાટ અને સીધા નિવેદનો ક્યારેય કરવામાં આવતાં નથી. સ્પષ્ટ છે કે ઈરાન પર હુમલાના કિસ્સામાં રશિયાએ પણ આરબ યુદ્ધમાં ઉતરવાની તૈયારી કરી લીધી છે. અમેરિકન મીડિયાના અહેવાલો અનુસાર પુતિને ઈરાનને બચાવવા માટે શપથ લીધા છે.

રાયસીને પુતિને સંયમ રાખવાનું કહ્યું

ઈરાનના અભૂતપૂર્વ ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ ઈઝરાયેલ હવે તેની પ્રતિક્રિયા પર વિચાર કરી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને ફોન કર્યો છે. પુતિને ફોન પર રાયસીને સંયમ રાખવાનું આહ્વાન કર્યું છે. ક્રેમલિને સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની વાણિજ્ય દૂતાવાસ પર ઈઝરાયેલના હુમલા બાદ ઈરાન દ્વારા ઉઠાવવામાં આવેલા જવાબી પગલાં અંગે પણ ચર્ચા કરી હતી. ક્રેમલિને જણાવ્યું હતું કે પુતિને તમામ પક્ષોને એવી ક્રિયાઓથી દૂર રહેવા વિનંતી કરી છે જે નવા સંઘર્ષને ઉત્તેજિત કરે છે જેનાથી મધ્ય પૂર્વ માટે વિનાશક પરિણામો આવે છે.

તમામ પક્ષો સંયમ દાખવશે

દમાસ્કસમાં ઇઝરાયેલના હુમલાના જવાબમાં ઇરાને શનિવારે મોડી રાત્રે ઇઝરાયેલ પર સેંકડો ડ્રોન અને મિસાઇલો છોડ્યા હતા, જેમાં બે જનરલો સહિત સાત ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ અધિકારીઓ માર્યા ગયા હતા. પુતિને, ઈરાનના હુમલા પર તેમની પ્રથમ જાહેરમાં પ્રસારિત ટિપ્પણીમાં, કહ્યું કે મધ્ય પૂર્વમાં વર્તમાન અસ્થિરતાનું મૂળ કારણ ચાલુ ઇઝરાયેલ-પેલેસ્ટિનિયન સંઘર્ષ છે. વ્લાદિમીર પુતિને આશા વ્યક્ત કરી કે તમામ પક્ષો યોગ્ય સંયમ બતાવશે અને સમગ્ર પ્રદેશ માટે વિનાશક પરિણામોથી ભરપૂર સંઘર્ષના નવા રાઉન્ડને અટકાવશે.

શું ઇઝરાયલ અને ઈરાન દુશ્મન છે?

ઈરાન, ઇઝરાયલના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી અને વર્ષોથી તેઓ એવું રટણ કરી રહ્યું છે કે ઇઝરાયલે મુસ્લિમોની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો છે. વર્ષ 1979માં ઈરાનની ક્રાંતિએ કટ્ટરપંથીઓને સત્તામાં આવવાની તક આપી અને ત્યારથી જ ઈરાની નેતાઓ ઇઝરાયલને નાબૂદ કરવાની વાતો કરી રહ્યા છે. ઇઝરાયલ પણ ઈરાનને એક જોખમ તરીકે જુએ છે. તેઓ હંમેશાથી એવું જ કહી રહ્યું છે કે ઈરાન પાસે પરમાણું હથિયાર ના હોવાં જોઈએ.

ઈરાન અને ઇઝરાયલ વચ્ચે પહેલા ક્યારેય યુદ્ધ થયું નથી

પહેલા પણ બંને દેશ વચ્ચે ક્યારેય યુદ્ધ થયું નથી. પરંતુ, ઈરાન લાંબા સમયથી એવા સમૂહોનું સમર્થન કરતું આવ્યું છે જેઓ ઇઝરાયલને નિશાન બનાવે છે. જેમ કે, હિઝબુલ્લા અને પેલેસ્ટાઇનનું આતંકી સંગઠન હમાસ. જો બંને દેશો વચ્ચે ક્યારેય પણ યુદ્ધ થયું, તો બંને પક્ષો માટે આ મોટી બર્બાદીનું કારણ સાબિત થશે. ઈરાન પાસે લાંબા અંતર સુધી હુમલો કરી શકતી મિસાઈલોનો સંગ્રહ છે અને ઇઝરાયલની સરહદો પર તેમના હથિયારધારી સહયોગીઓ પણ. ઇઝરાયલ પાસે પણ એક બળવાન સેના છે અને માનવામાં આવે છે કે તેમની પાસે પરમાણુ હથિયાર પણ છે. ઇઝરાયલને સંયુક્ત રાષ્ટ્રનું પણ જબરદસ્ત સમર્થન હાંસલ છે.