જો તમને પણ વારંવાર એટીએમ કે બેંકમાં જઈને કેશ કાઢવાનો કંટાળો આવતો હોય તો હવે ચિંતા ન કરતા કારણ કે કેશ તમને ઘરે બેઠા મળી જશે. આ એક એવી સર્વિસ છે જેની મદદથી કેશ તમને ઘરે બેઠા મળી શકે છે. પોસ્ટમેન તમારા ઘર સુધી કેશ પહોંચાડી દેશે. જાણી લો આ સેવા વિશે.
ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેન્કે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરીને આ સુવિધાની માહિતી આપી છે.
ઈમરજન્સીમાં પૈસાની જરૂર છે પણ બેંકમાં કે એટીએમમાં જવાનો સમય નથી? કોઇ વાંધો નહી! હવે તમે IPPB આધાર ATM (AEPS) સેવા વડે તમારા ઘરેથી આરામથી રુપિયા ઉપાડી શકો છો. તમારો પોસ્ટમેન હવે તમારા ઘરઆંગણે રુપયા ઉપાડવામાં તમારી મદદ કરશે. તો હવે આપ આ સુવિધાનો લાભ લઈ શકો છેો. આ સેવા પોસ્ટ ઓફિસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
આધાર એટીએમ એક એવી સુવિધા છે જે તમને ઘરે બેઠા કેશ કાઢવાની સુવિધા આપે છે. આધાર એટીએમ સર્વિસનો અર્થ છે આધાર ઈનેબલ્ડ પેમેન્ટ સર્વિસ (AePS). આ પેમેન્ટ સર્વિસનો મતલબ એ છે કે ઘરે બેઠા કેશ કાઢવાની સુવિધા. આધાર સંચાલિત પેમેન્ટ સિસ્ટમ (AePS) સાથે કોઈ પણ વ્યક્તિ આધાર સાથે લિંક એકાઉન્ટમાંથી રુપિયા ઉપાડી શકે છે. તેમજ ચૂકવણી કરી શકે છે. આમ કરવા માટે બાયોમેટ્રિકનો ઉપયોગ કરી શકે છે. ગ્રાહકે એટીએમ કે બેન્કની મુલાકાત લીધા વિના AePSનો ઉપયોગ કરી નાની રકમ ઉપાડી શકે છે. આ સુવિધાનો લાભ લેવા માટે આધાર નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવો જરૂરી છે. આના દ્વારા બેન્ક એકાઉન્ટમાં કેટલા રૂપિયા જમા છે, તેના વિશે માહિતી મેળવી શકો છો. તેમજ બેન્કનું મિની સ્ટેટમેન્ટ પણ મેળવી શકો છો.
આ સેવાની મદદથી તમે આધાર ટુ આધાર ફંડ ટ્રાન્સફર પણ કરી શકો છો. જો તમે એક આધાર નંબરથી અનેક બેંક ખાતાને લિંક કરી રાખ્યા હશે તો ટ્રાન્ઝેક્શન સમયે તમારે જે ખાતામાંથી પૈસા ઉપાડવા હોય તે બેંક ખાતું પસંદ કરવાનું રહેશે. આ સેવા દ્વારા તમે 10,000 રૂપિયા સુધીના કેશ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. આ સર્વિસ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહિં. પરંતુ ડોરસ્ટેપ સર્વિસ માટે ચાર્જ લાગૂ પડશે. જો તમે આધાર એટીએમનો ઉપયોગ કરવા માગો છો, તમારુ બેન્ક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવુ જરૂરી છે. તેમજ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન કરાવવુ પણ અનિવાર્ય છે.
કઈ રીતે રુપયા મળશે તે જાણો
આ સેવાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે….
- IPPB ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
- ત્યાં જઈને ડોર સ્ટેપ ઓપ્શન પસંદ કરો, તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેઈલ આઈડી, એડ્રસ, પીન કોડ જેવી વિગતો ભરો.
- જ્યાં તમારું ખાતું હોય તે બેંકનું નામ લખો.
- I Agree પર ક્લિક કરીને સબમિટ કરો. થોડીવારમાં પોસ્ટમેન તમારા ઘરે કેશ લઈને આવશે.