ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એટલે કે આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે. આજથી હિન્દુ નવું વર્ષ પણ શરૂ થયું છે. આજે ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ છે. નવરાત્રિના પહેલા દિવસે મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલપુત્રી માતા ખૂબ જ દયાળુ અને કૃપાળુ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને માતાના આશીર્વાદથી વ્યક્તિને વિવિધ મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. આ વખતે ચૈત્રી નવરાત્રી સંપૂર્ણ 9 દિવસ ચાલશે.
ચૈત્ર નવરાત્રિ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ નિયમોનું પાલન કરવાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે અને માતાના આશીર્વાદ બની રહે છે.
નવરાત્રિના 9 દિવસ ભૂલથી પણ ન કરવા આ કામ
નવરાત્રિના 9 દિવસ દરમિયાન ભૂલથી પણ તામસિક અને માંસાહારી ભોજન ન લેવું જોઈએ. સાત્વિક આહારનું સેવન કરી શકો છો. સિંઘોડાનો લોટ, દૂધ, સાબુદાણા, ફળોનું સેવન કરી શકો છો. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ. નવરાત્રિમાં દાઢી, વાળ અને નખ ના કાપવા જોઈએ. 9 દિવસ સુધી કાળા કપડા ન પહેરવા કે ન ઉપયોગમાં લેવા. તેને અશુભ માનવામાં આવે છે.
મા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી?
નવરાત્રિના પ્રથમ દિવસે કલશની સ્થાપના કરવાનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં અભિજીત મુહૂર્તનું વિશેષ મહત્વ છે. અભિજિત મુહૂર્તમાં કરવામાં આવેલ કામ અને પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે. કલશની સ્થાપના કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 11:58 થી 12:47 સુધીનો રહેશે. કળશની સ્થાપના કરીને પૂજાની શરૂઆત કરો, માતાની મૂર્તિ અથવા ચિત્ર પર સિંદૂર લગાવો. ત્યાર બાદ લાલ રંગના ફૂલ ચઢાવો. ત્યાર બાદ માતાને ફળ અને મીઠાઈઓ ચઢાવો અને માતાની સામે ઘીનો દીવો કરો. માની આરતી કરવા સાથે દુર્ગા ચાલીસાનો પાઠ કરો અને પછી વ્રતની પ્રતિજ્ઞા લો.
મા શૈલપુત્રીનો પ્રસાદ
માતા શૈલપુત્રીનો સંબંધ ચંદ્ર સાથે છે. માતા શૈલપુત્રી, દુર્ગાનું પ્રથમ સ્વરૂપ, સફેદ અને શુદ્ધ ખાદ્ય ખોરાક પસંદ કરે છે. તેથી જ પ્રથમ નવરાત્રિ પર દેવી શૈલપુત્રીને પ્રસન્ન કરવા માટે સફેદ વસ્તુઓ ચઢાવવામાં આવે છે. તેથી ખીર, રસગુલ્લા, પતાશા વગેરે જેવી સફેદ રંગનો પ્રસાદ ધરાવવો. જો પરિવારને સ્વસ્થ જીવન અને સ્વસ્થ શરીર જોઈતું હોય તો ગાયના શુદ્ધ ઘીમાંથી બનેલી સફેદ વસ્તુઓ માતાને અર્પણ કરો.
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे ॐ शैलपुत्री देव्यै नम:।
જો તમે દેવી માતાની પૂજા કરતી વખતે કોઈ મંત્ર જાણતા નથી, તો તમે દુર્ગા સપ્તશતીમાં આપેલા નવરણા મંત્રથી જ પૂજા કરી શકો છો ‘ઓમ ઐં હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્છે’ અને આ મંત્રનો પાઠ કરતી વખતે પૂજા સામગ્રી અર્પણ કરી શકો છો.
બ્રહ્મ મુહૂર્ત- સવારે 04:31 થી 05:17 સુધી
અભિજીત મુહૂર્ત- સવારે 11:57 થી 12:48 સુધી
વિજય મુહૂર્ત- બપોરે 02:30 થી 03:21 સુધી
સંધિકાળ મુહૂર્ત- સાંજે 06:42 થી 07:05 સુધી
અમૃત કાલ: રાત્રે 10:38 થી 12:04 સુધી
નિશિતા કાલ: રાત્રે 12:00 થી 12:45 સુધી
સર્વાર્થ સિદ્ધિ યોગ: સવારે 07:32 થી સાંજે 05:06 સુધી
અમૃત સિદ્ધિ યોગ: 07:32 AM થી 05:06 PM
શૈલપુત્રી નામ કેવી રીતે પડ્યુ
શૈલ એટલે પર્વત. પર્વતોના રાજા હિમાલયના ઘરે તેમનો જન્મ થયો હોવાથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. દેવી શૈલપુત્રીને દેવી પાર્વતી તરીકે પણ ઓળખવામાં આવે છે. માતા શૈલપુત્રીએ ડાબા હાથમાં કમળનું ફૂલ અને જમણા હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું છે, તેમનું વાહન વૃષભ છે.
માં શૈલપુત્રીના મંત્ર
वन्देवांछितलाभाय चन्दार्धकृतशेखराम्। वृषारूढां शूलधरां शैलपुत्रीं यशस्विनीम्।।
मां शैलपुत्री की आरती शैलपुत्रीमां बैल असवार।
करेंदेवता जय जयकार।
शिव शंकरकीप्रिय भवानी।
तेरीमहिमा किसी ने ना जानी।
पार्वतीतूउमा कहलावे।
जो तुझेसिमरे सो सुख पावे।
ऋद्धि-सिद्धिपरवान करे तू।
दया करे धनवानकरे तू।
सोमवारकोशिव संग प्यारी।
आरतीतेरी जिसने उतारी।
उसकीसगरी आस पुजा दो।
सगरेदुख तकलीफ मिला दो।
घी का सुंदरदीप जला के।
गोलागरी का भोग लगा के।
श्रद्धाभाव से मंत्र गाएं।
प्रेमसहित फिर शीश झुकाएं।
जय गिरिराजकिशोरी अंबे।
शिव मुख चंद्रचकोरी अंबे।
मनोकामनापूर्ण कर दो
भक्तसदा सुख संपत्ति भर दो।