મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સંકલ્પ પત્ર 2024ની બેઠકમાં ભાગ લેવા આજે દિલ્લી રવાના થશે. આ બેઠકનું આયોજન દિલ્લીમાં કરવામાં આવ્યો છે. આ બેઠકમાં ભુપેન્દ્ર પટેલ પણ ભાગ લેવાના છે. આ બેઠકમાં ગુજરાતના તમામ વિવિધ મુદ્દઓ પર ચર્ચા કરવામાં આવશે. લોકસભાના ઈલેક્શનને લઈને ભાજપ દ્રારા 2024 સંકલ્પ પત્ર બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.
સંકલ્પ પત્રની બેઠક પુર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે પણ ચર્ચા કરી શકે છે તેવી વાત વહેતી થઈ રહી છે. આ ઉપરાંત ગુજરાતની 26 લોકસભા બેઠકોનું જીત માટે રણનીતિની તૈયારીઓની ચર્ચા થશે.
વિવાદથી ગેરાઈલી બેઠકોનું મનથંન કરશે
આ વખત ગુજરાતમાં ભાજપ દ્વારા લોકસભાની બેઠક જાહેર કરવામાં ક્યાંક કાચું કપાયું છે. સાબરકાંઠા, રાજકોટ, વડોદરા, સુરેન્દ્રનગર જેવી બેઠકને લઈને વિરોધ ચાલી રહ્યો છે. તેને લઈને ડેમેજ કંટ્રોલ માટે શું સુચનાઓ છે. તે બધી બાબતોને લઇને કેન્દ્રિય મવડી મંડળ સાથે ચર્ચા કરવામાં આવશે તેવી સંભવના છે.
રૂપાલાની ટીપ્પણીનો વિરોધ શમ્યો નથી
ભાજપના રાજકોટ લોકસભા ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની નારાજગી ભાજપને નુકશાન કરી શકે છે. તો જોઈએ શું છે મામલો અને કેવી રીતે ભાજપ આ નારાજગી દુર કરશે. તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ક્ષત્રિય સમાજનું કેવા પ્રકારનો વર્ણન છે, સમાધન થશે કે નહિ તે બધી બાબત પર ચર્ચા કરવામાં આવશે
શું ભાજપ ક્ષત્રિયોને મનાવવામાં સફળ નહિ થાય
મહત્વનો સવાલ એ છે કે, જો ભાજપ ક્ષત્રિય સમાજને મનાવવામાં સફળ નહીં થાય તો, શું લોકસભાની ચૂંટણીમાં તેમની સમસ્યાઓ વધશે. આજે જોવાનું રહેશે શું ભુપેન્દ્ર પટેલ સંકલ્પ પત્રની બેઠક બાદ પ્રધાનમંત્રી સાથે આ વિવાદને લઈને ચર્ચા કરશે અને ચર્ચા થાય તો શું પરષોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાનો નિર્ણય કરશે અગર નિર્ણય કરે તો તેને પટેલ અને પાટીદાર સમાજના રોષનો સામનો કરવો પડશે. ચોક્કસપણે, એક તરફ કૂવો છે અને બીજી તરફ ખાઈ છે. આ મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પક્ષ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.