- લોકસાહિત્યકાર દેવાયત ખવડ 10 દિવસ બાદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ગયો છે.
ગુજરાત(Gujarat): વિવાદમાં ફસાયેલ લોકસાહિત્યકાર આખરે દેવાયત ખવડ રાણો મારામારીના કેસમાં 10 દિવસ બાદ પોલીસ સમક્ષ હાજર થયા રાજકોટમાં 7 ડિસેમ્બરના રોજ ‘રાણો રાણાની રીતે’ ફેમ લોકકલાકાર દેવાયત ખવડ સહિત બે શખસે બિલ્ડર પર પાઇપથી હિચકારો હુમલો કર્યો હતો. છેલ્લા 9 દિવસથી પોલીસ પકડથી દૂર હતો. આવતીકાલે કોર્ટમાં આગોતરા જામીન ને લઈ વધુ સુનવણી હાથ ધરવામાં આવે, જોકે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં સામેથી હાજર થયો છે કે પછી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યું છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન પોલીસ દ્વારા આપવામાં નથી આવ્યું. દેવાયત ખવડ ની ધરપકડ ગમે ત્યારે થઈ શકે તેમ છે. તાજેતરમાં રાજકોટના યાજ્ઞિક રોડ પાસે આવેલા હરિહર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવકને ઢોર માર મારવાની ઘટના નોંધાઈ હતી. આ ઘટનાના કથિત સીસીટીવી ફૂટેજમાં ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિત તેના સાગ્રીત હોવાનો દાવો થયો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી પરંતુ દેવાયત ખવડ(Devayat Khavad)પોલીસ પકડમાં નહીં આવતા ક્ષત્રિય સમાજ ખફા થયો હતો. સાથે જ ક્ષત્રિય સમાજે એક બાદ એક પ્રેસ કોન્ફરન્સ અને રજૂઆતો તેમજ આવેદન પત્ર પણ પાઠવ્યા હતા. ઉપરાંત પિડીત યુવકના પિતરાઈએ પ્રધાનમંત્રીને પણ રજૂઆત કરતો પત્ર લખ્યાની વાત સામે આવી હતી. ત્યારે દેવાયત ખવડની બબાલ પોલીસ માટે પણ ગળાનું હાડકું બની રહી હતી.
આ ઘટનામાં ફરાર આરોપી દેવાયત ખવડને ઝડપી લેવાની માગણીઓ વચ્ચે આજરોજ બપોરના સમયે અચાનક જ દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થયો હતો. વિવાદીત ઘટના બાદ એકાએક દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ પાસે જઈ બેસી જાય તે વાત રાજકોટવાસીઓને ગળે ઉતરતી નથી. કેટલાક તો સવાલ પેદા કરી રહ્યાં છે કે, ગુનો એ ડિવીઝન વિસ્તારમાં નોંધાયો હતો પરંતુ દેવાયત ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સામેથી જઈ રજૂ શા માટે થાય. લોકોના સવાલમાં દમ હોય તો બની શકે કે દેવાયત ખવડ અને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ વચ્ચે સંપર્ક બનાવાયો હોય અને ગળે આવેલું હાડકું ઉતારવા પોલીસે રજૂ થવાની સમજાવટ કરી હોય. ખેર હવે જોવું રહ્યું કે પોલીસ સમક્ષ રજૂ થયેલા દેવાયત ખવડને નામદાર કોર્ટ સમક્ષ રજૂ થાય ત્યારે જામીન મળે છે