આજે (15 ફેબ્રુઆરી, 2025) અમદાવાદ શહેરના પ્રહલાદ નગર ગાર્ડન નજીક એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા દેખાયા હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગની ટીમ સમય સૂચકતા વાપરી ઝડપી ઘટના સ્થળ પર પહોંચતા દુર્ઘટના ટળી હતી. અત્યાર સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.સદનસીબે,
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 3:30 વાગ્યે તેમને ઇમરજન્સી કોલ મળ્યો હતો, જેના કારણે DO 3 પ્રહલાદનગર ફાયર સ્ટેશન તરફથી તાત્કાલિક મદદ મળી હતી. કુલ 10 ફાયર વાહનો ઘટના સ્થળે આગ બુઝાવવાની કામગીરીમાં લાગ્યા હતા. જેમાં 1 મીની ફાઇટર, 6 વોટર બોઝર અને 3 બોલેરોનો સમાવેશ થાય છે. આગ બુઝાવવા માટે અંદાજિત 1.50 લાખ લિટર પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ફાયર વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ભંગારના ગોડાઉનમાં ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ આગ વધુ તીવ્ર બની હતી. આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ અધિકારીઓને શંકા છે કે આગ સ્થળ પર હાજર જ્વલનશીલ પ્રવાહીને કારણે લાગી હશે.
પ્રાથમિક અંદાજ અનુસાર, AUDA ગાર્ડનની સામે આર્યવ્રત બંગલાની પાછળ આવેલા બે ભંગારના ગોડાઉનમાં લાગી હતી. જે આગ બાજુના રહેઠાણ અને આરઓ પ્લાન્ટ ફેક્ટરીમાં ફેલાઈ ગઈ હતી.