ડીલ-મેકિંગમાં નિષ્ણાત ગણાતા ટ્રમ્પે પીએમ મોદીને તેમના કરતા મોટા વાટાઘાટકાર ગણાવ્યા. તે જ સમયે, પીએમ મોદીએ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેઇન સૂત્રની તર્જ પર મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
અમેરિકાની બે દિવસીય મુલાકાત દરમિયાન વિશ્વભરની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રમ્પની બેઠક પર હતી. પીએમ મોદી અમેરિકન રાષ્ટ્રપતિને મળ્યા. બંને વચ્ચે લગભગ 45 મિનિટ સુધી વાતચીત થઈ. આ બેઠકમાં, બંને નેતાઓ ટેરિફ અને ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ. દ્વિપક્ષીય વાટાઘાટો પૂર્ણ કર્યા પછી, મોદી ટ્રમ્પ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.
ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવાની ધમકી બાદ બંને દેશોના નેતાઓ પહેલીવાર મળી રહ્યા હતા. જોકે, આ વાતચીતમાં ટ્રમ્પ અને મોદીએ એનો સામનો કરવાના ઉપાયો પર ચર્ચા કરી. ડીલ-મેકિંગમાં નિષ્ણાત ગણાતા ટ્રમ્પે પીએમ મોદીને તેમના કરતા મોટા વાટાઘાટકાર ગણાવ્યા. તે જ સમયે, પીએમ મોદીએ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેઇન સૂત્રની તર્જ પર મેક ઇન્ડિયા ગ્રેટ અગેઇન માટેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીના ભરપૂર વખાણ કર્યા, તેમને સ્ટ્રોન્ગ નેગોશિયેટર ગણાવ્યા, તેમને ગ્રેટ લીડર પણ કીધા, પરંતુ જ્યાં વાત ભારત સાથેના સંબંધો અને વ્યાપારની આવી, ત્યાં ટ્રમ્પે એક બિઝનેસમેન તરીકે ભારતની વ્યાપાર નીતિ પર ના માત્ર ટિપ્પણી કરી પરંતુ કડક નિર્ણયો પણ લીધા.
ફાઇનાન્સિયલ ટાઇમ્સે લખ્યું છે કે અમેરિકા ભારત સાથે લશ્કરી સંબંધો મજબૂત કરવા માંગે છે. અમેરિકા દ્વારા ભારતને F-35 ફાઇટર જેટના વેચાણને આમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે જોવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, આ પગલાને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ઘટાડવાનો પ્રયાસ પણ માનવામાં આવી રહ્યો છે. તે જ સમયે, રોઇટર્સે પીએમ મોદીની અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પાછા લેવાની વાતને મહત્વ આપ્યું છે. નોંધનીય છે કે પીએમ મોદીએ માનવ તસ્કરીના નેટવર્કને તોડી પાડવાની વાત કરી છે. તે જ સમયે, બંને નેતાઓએ લઘુમતીઓના અધિકારો જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરી ન હતી.
બીબીસીએ આ બેઠકને પ્રતીકાત્મક ગણાવી હતી, જેમાં વેપાર વિવાદો પર બહુ ઓછી નક્કર પ્રગતિ થઈ હતી. જો કે, તેણે સ્વીકાર્યું હતું કે બંને નેતાઓએ આ પ્રસંગનો ઉપયોગ વ્યૂહાત્મક સંબંધો અને શેર કરેલા ભૂ-રાજકીય હિતો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત કરવા માટે કર્યો હતો. અલ જઝીરાએ માનવ અધિકારોની ચિંતાઓ પર વાત કરી હતી. તેણે લોકશાહી મૂલ્યો અને પ્રેસ સ્વતંત્રતા પર ચર્ચા ટાળવા બદલ બંને નેતાઓની ટીકા કરી હતી.
સમાચાર એજન્સી AFP એ વ્યાપક ભૂ-રાજકીય સંદર્ભ પર ભાર મૂક્યો હતો. તેણે અહેવાલ આપ્યો હતો કે આ બેઠક પ્રદેશમાં ચીનના પ્રભાવનો સામનો કરવા માટે એક મોટી યુએસ વ્યૂહરચનાનો ભાગ હતી. એજન્સીએ એ પણ અહેવાલ આપ્યો હતો કે મજબૂત નિવેદનબાજી છતાં, વેપાર તણાવ ઉકેલવામાં કોઈ તાત્કાલિક પ્રગતિ થઈ નથી. ABC ન્યૂઝે બંને દેશોમાં સ્થાનિક પ્રતિક્રિયાઓને આવરી લીધી હતી. અહેવાલ મુજબ આ બેઠકને રાજદ્વારી સફળતા તરીકે જોવામાં આવી હતી, પરંતુ ભારત અને અમેરિકાના વિપક્ષી નેતાઓએ નક્કર કરારોના અભાવની ટીકા કરી હતી.
સીએનએન અનુસાર, ટ્રમ્પના ટેરિફ વિકાસશીલ દેશોને ખાસ કરીને ભારે ફટકો પાડી શકે છે, ખાસ કરીને ભારત, બ્રાઝિલ, વિયેતનામ અને અન્ય દક્ષિણપૂર્વ એશિયાઈ અને આફ્રિકન દેશોના કિસ્સામાં, નોંધ્યું છે કે તેમના દેશોમાં લાવવામાં આવતા યુએસ માલ પર ટેરિફ દરોમાં કેટલાક વ્યાપક તફાવત છે.