રણવીર અલ્હાબાદિયા દ્વારા વાંધાજનક ટિપ્પણી : હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું : રાજપાલ યાદવ

કાનપુર, ઉત્તર પ્રદેશ : એક શો દરમિયાન યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી પર અભિનેતા રાજપાલ યાદવે કહ્યું, “…અમે કલાકાર છીએ… અને અભિવ્યક્તિ દ્વારા દેશ અને દુનિયાની સેવા કરીએ છીએ… જાે સંબંધોની મજાક ઉડાવીને આપણને એવું લાગતું હોય કે આપણે મનોરંજન કરી રહ્યા છીએ કે સંદેશો આપી રહ્યા છીએ, તો એવું નથી… બાળકો, વૃદ્ધો અને યુવાનો જે કન્ટેન્ટ સાથે બેસીને ખુશ છે તેને હું કળા ગણું છું… હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું…”