મહાકુંભમાં આગ, કોઈ જાનહાનિના અહેવાલ નથી

પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળામાં આજે આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયરની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગની ઘટના મહા કુંભ નગર વિસ્તારના સેક્ટર ૧૮માં બની હતી. કોઈ જાનહાનિના અહેવાલ નથી. ખાક ચોક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર યોગેશ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, “ઓલ્ડ જીટી રોડ પર તુલસી ચૌરાહા પાસેના કેમ્પમાં આગ લાગી હતી. જાે કે, અગ્નિશમન દળના જવાનોએ આગને મોટા પ્રમાણમાં કાબૂમાં લાવવામાં સફળતા મેળવી છે.”