નિફ્ટી 23000ની નીચે, 6 મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો, રોકાણકારોનાં 7 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

nifty50down

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ પડોશી દેશો પર ટ્રેડ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. જેના કારણે આજે વિશ્વની સાથે ભારતીય બજારમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.

Market Crash: સપ્તાહના બીજા દિવસે, બજારમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો. મંગળવારે, નિફ્ટી 6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ગયો. ઇન્ટ્રાડેમાં આ ઇન્ડેક્સ 23,000 ની પણ નીચે પહોંચી ગયો હતો. નિફ્ટી અને સેન્સેક્સમાં 1.5% ઘટાડો જોવા મળ્યો. 6 જૂન, 2024 પછી નિફ્ટી પહેલી વાર આટલા નીચા સ્તરે પહોંચી ગયો છે. વૈશ્વિક અને સ્થાનિક મોરચે નકારાત્મક ટ્રિગર્સને કારણે આ ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભારતીય શેરબજાર માટે મંગળવારનો દિવસ અમંગળ સાબિત થયો. માર્કેટમાં આજે જંગી ઘટાડો નોંધાયો હતો. આજે સેન્સેક્સ 1,235 પોઈન્ટ ઘટીને 75,838 પર બંધ થયો. નિફ્ટી 320 પોઈન્ટ ઘટીને 23,025 પર બંધ થયો. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 માંથી માત્ર 4 શેર જ લીલા નિશાનમાં રહ્યા હતા. 26માં મોટો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી બેંક 780 પોઈન્ટ ઘટીને 48,571 પર બંધ થયો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 1,271 પોઈન્ટ ઘટીને 53,835 પર બંધ થયો.

ભારતીય શેરબજારમાં આજે ભારે વેચવાલીથી રોકાણકારોની રૂ. 7.1 લાખ કરોડથી વધુની સંપત્તિનું નુકશાન થયું છે. કારણ કે BSE- લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપિટલાઇઝેશન અગાઉના સત્રમાં રૂ. 431.6 લાખ કરોડથી ઘટીને રૂ. 424.5 લાખ કરોડની આસપાસ રહી હતી.

આજે દિવસભર શેરબજારમાં તીવ્ર વધઘટ જોવા મળી. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી. બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી. રિયલ્ટી, એનર્જી અને પીએસઈ શેરોમાં સૌથી વધુ દબાણ જોવા મળ્યું. તે જ સમયે, ઓટો, બેંકિંગ અને આઈટી શેરોમાં વેચવાલી પ્રભુત્વ ધરાવતી હતી.

આજના કારોબારમાં, બીએસઈ પર લિસ્ટેડ 2788 શેરોમાં ઘટાડો જોવા મળ્યો અને 1187 શેરોમાં વધારો જોવા મળ્યો. 113 શેરોમાં કોઈ ફેરફાર થયો નહીં. 244 શેરોમાં નીચલી સર્કિટ લાગી. તે જ સમયે, 67 શેર વર્ષના નવા નીચા સ્તરે પહોંચ્યા. બીજી તરફ, 103 શેર વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા જ્યારે 240 શેરોમાં ઉપલી સર્કિટ લાગી. આજના કારોબારમાં, બીએસઈના બી ગ્રુપમાં સમાવિષ્ટ 7 શેરોએ એક દિવસમાં બે આંકડાનું વળતર આપ્યું છે, એટલે કે, આ શેરો એક જ સત્રમાં 10 ટકાથી 20 ટકા સુધી વધ્યા છે. તે જ સમયે, આજના સત્રમાં એ અને બી ગ્રુપના 6 શેર 9 થી 20 ટકા સુધી ઘટ્યા છે.

બજાર આટલું મોટું કેમ ગબડ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિ બનતાની સાથે જ બજાર આટલું મોટું કેમ ગબડ્યું? તમને જણાવી દઈએ કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે જ પડોશી દેશો પર ટ્રેડ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. તેનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી છે. જેના કારણે આજે વિશ્વની સાથે ભારતીય બજારમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.