ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત, 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી, આજથી આચારસંહિતા લાગુ

sthanikSwarajElection

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. રાજ્યની જૂનાગઢ મહાનગર પાલિકા, ત્રણ તાલુકા પંચાયત અને 66 નગરપાલિકાઓમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. અહીં 16મી ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે. મતદાનનો સમય સવારે 7 કલાકથી સાંજે છ કલાક સુધીનો રહેશે. આ વિસ્તારોમાં આજથી જ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે.

સામાન્ય ચૂંટણીની સાથે ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. આ સિવાય જે પાલિકા અને પંચાયતમાં બેઠકો ખાલી પડી છે ત્યાં પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ત્રણ મહાનગરપાલિકાની ત્રણ બેઠકો, નગરપાલિકાની ખાલી પડેલી 21 બેઠક, જિલ્લા પંચાયતની 9 બેઠક અને તાલુકા પંચાયતની 91 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તમામ બેઠકો પર પણ 16 ફેબ્રુઆરીએ મતદાન અને 18મીએ મતગણતરી હાથ ધરાશે.

ચૂંટણી કમિશનર ડૉ.એસ મુરલીક્રિષ્નનએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરી છે. મનપા અને ન.પા.ની સામાન્ય ચૂંટણીની સાથે જ કઠલાલ, કપડવંજ અને ગાંધીનગર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જ્યારે બોટાદ અને વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ક્યાં યોજાશે?

રાજ્ય ચૂંટણી પંચે આપેલી માહિતી પ્રમાણે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. 69 નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે અને 3 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જેમાંકપડવંજ, કઠલાલ અને ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. અમદાવાદમાં વોર્ડ નં – 7ની એક બેઠક પર ચૂંટણી, સુરતમાં વોર્ડ નં – 18ની એક બેઠક પર ચૂંટણી,ભાવનગરમાં વોર્ડ નં – 3ની એક બેઠક, બાવળા, સાણંદ, ધંધુકાની સામાન્ય ચૂંટણી યોજાશે. તો બીજી તરફ ગાંધીનગરની માણસા નગરપાલિકાની ચૂંટણી યોજાશે,ખેડા જિલ્લાની પાંચ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે, મહેમદાવાદ, ડાકોર, ચકલાસી, મહુધા, ખેડા નગરપાલિકાની ચૂંટણી, આંકલાવ, બોરિયાવી, ઓડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, લુણાવાડા, સંતરામપુર, બાલાસિનોરની નગરપાલિકાની ચૂંટણી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, તલોદ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, ચાણસ્મા, હારીજ, રાધનપુર નગરપાલિકાની ચૂંટણી થશે, ખેરાલુ, વડનગર, ધાનેરા નગરપાલિકાની ચૂંટણી યોજાશે, કરજણ, છોટા ઉદેપુર, બિલિમોરા નગરપાલિકાની ચૂંટણી થશે, ઝાલોદ, દેવગઢ બારીયા નગરપાલિકાની ચૂંટણી યોજાશે, કાલોલ અને હાલોલ નગરપાલિકાની યોજાશે ચૂંટણી, સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાની ચૂંટણી,સોનગઢ, જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાની ચૂંટણી, સલાયા, દ્વારકા અને ભાણવડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જૂનાગઢમાં 6 નગરપાલિકાની ચૂંટણી યોજાશે, બાંટવા, માણાવદર, માંગરોળ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, વિસાવદર, વંથલી, ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, લાઠી, જાફરાબાદ, રાજુલા, ચલાલા નગરપાલિકાની ચૂંટણી, કોડિનાર, ગઢડા, હળવદ, થાનગઢ નગરપાલિકાની ચૂંટણી, રાપર, ભચાઉ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, શિહોર, ગારીયાધાર, તળાજા નગરપાલિકાની ચૂંટણી યોજાશે, રાજકોટ જિલ્લામાં પાંચ નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જસદણ, ઉપલેટા, ધોરાજી નગરપાલિકાની ચૂંટણી યોજાશે, જેતપુર – નવાગઢ અને ભાયાવદર નગરપાલિકાની ચૂંટણી યોજાશે, થાનગઢ, કુતીયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી, અલગ – અલગ નગરપાલિકાની 21 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે, તાલુકા પંચાયતની 91 જેટલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.