ભુજમાં ચોંકાવનારો કિસ્સોઃ 17 વર્ષીય કિશોરે મોબાઈલ ગેમમાં હાર્યા બાદ કરી આત્મહત્યા

bhuj-sucidecase

કિશોરના મોબાઈલમાં ઘણી બધી ગેમ મળી આવી છે. કિશોરે કઈ ગેમ હારી તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે.

ભુજના એક ગામમાં 17 વર્ષના કિશોરે આત્મહત્યા કરી છે. ભુજના મોખાણા ગામે કિશોરે મોબાઈલમાં ઓનલાઈન ગેમ હારી જતાં હતાશ થઈને ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા મેરિયા વાસમાં રહેતા 17 વર્ષીય કાર્તિક કાનજીભાઇ મેરીયાએ 4 જાન્યુઆરીના રોજ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી. કિશોર તેના ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમી રહ્યો હતો. તે દરમ્યાન ગેમ હારી જતા તે ડિપ્રેશનમાં આવી ગયો હતો. અને તેણે ઘાંસ બાળવા માટેની ઝેરી દવા પી લીધી હતી. ઘટનાની જાણ થતા તેને કાનજીભાઈ મેરીયા ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. હોસ્પિટલમાં ચાર દિવસની સારવાર બાદ 8 જાન્યુઆરીએ કિશોરનું મોત થયું છે.

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સા અંગે પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી.પરમારના જણાવ્યા પ્રમાણે કિશોર ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમતા હારી જતા આઘાતમાં આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે. પોલીસ દ્વારા કિશોરનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે. કિશોરના મોબાઈલમાં ઘણી બધી ગેમ મળી આવી છે. કિશોરે કઈ ગેમ હારી તે જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. કિશોરે આત્મહત્યા કર્યા બાદ નાના ગામમાં શોકનું વાતાવરણ છે.