ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે
ICC(ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)એ મંગળવારે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યુ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં મેચ રમાશે. ટુર્નામેન્ટમાં ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે થશે. આ મેચ પણ દુબઈમાં જ રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાઇબ્રિડ મોડલ માટે UAEની પસંદગી કરી હતી. તેથી ભારતીય ટીમ તેની તમામ મેચ યુએઈમાં જ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચ લાહોરમાં રમાશે. પરંતુ જો ભારતીય ટીમ ફાઇનલમાં પહોંચશે તો તે દુબઇમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચની યજમાની કરવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની પસંદગી થઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના એક સૂત્રએ PTIને આ માહિતી આપી છે. PCB અધ્યક્ષ મોહસિન નકવી અને UAEના મંત્રી શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ દુબઈને તટસ્થ સ્થળ તરીકે પસંદ કર્યું છે.
દુબઈમાં જ સેમિફાઈનલ અને ફાઈનલ પણ રમાશે. જ્યારે ટૂર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે. ICCએ પુષ્ટિ કરી હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં જ યોજાશે. પાકિસ્તાન ટુર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, ટીમે 2017માં ફાઇનલમાં ભારતને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
કુલ 8 ટીમો વચ્ચે કુલ 15 મેચ રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં 8 ટીમ વચ્ચે 15 મેચોની ટુર્નામેન્ટ 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે અને 9 માર્ચ સુધી ચાલશે. તમામ ટીમોને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપ-Aમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સિવાય ગ્રુપ-Aમાં બે ટીમો ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ સામે છે. જ્યારે દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને ઈંગ્લેન્ડને ગ્રુપ-Bમાં રાખવામાં આવ્યા છે.
ગ્રૂપ-A | ગ્રૂપ-B |
ભારત | દક્ષિણ આફ્રિકા |
ન્યૂઝીલેન્ડ | ઓસ્ટ્રેલિયા |
પાકિસ્તાન | અફઘાનિસ્તાન |
બાંગ્લાદેશ | ઈંગ્લેન્ડ |
ICC મેન્સ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શેડ્યૂલ
તારીખ | ટીમ | સ્ટેડિયમનું નામ | ટાઈમ |
---|---|---|---|
19 ફેબ્રુઆરી | પાકિસ્તાન vs ન્યૂઝીલેન્ડ | નેશનલ સ્ટેડિયમ, કરાચી | 2:30 PM |
20 ફેબ્રુઆરી | બાંગ્લાદેશ vs ભારત | દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ | 2:30 PM |
21 ફેબ્રુઆરી | અફઘાનિસ્તાન vs દક્ષિણ આફ્રિકા | નેશનલ સ્ટેડિયમ, કરાચી | 2:30 PM |
22 ફેબ્રુઆરી | ઑસ્ટ્રેલિયા vs ઈંગ્લેન્ડ | ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર | 2:30 PM |
23 ફેબ્રુઆરી | પાકિસ્તાન vs ભારત | દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ | 2:30 PM |
24 ફેબ્રુઆરી | બાંગ્લાદેશ vs ન્યૂઝીલેન્ડ | રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી | 2:30 PM |
25 ફેબ્રુઆરી | ઓસ્ટ્રેલિયા vs દક્ષિણ આફ્રિકા | રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી | 2:30 PM |
26 ફેબ્રુઆરી | અફઘાનિસ્તાન vs ઈંગ્લેન્ડ | ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર | 2:30 PM |
27 ફેબ્રુઆરી | પાકિસ્તાન vs બાંગ્લાદેશ | રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ, રાવલપિંડી | 2:30 PM |
28 ફેબ્રુઆરી | અફઘાનિસ્તાન vs ઓસ્ટ્રેલિયા | ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર | 2:30 PM |
1 માર્ચ | દક્ષિણ આફ્રિકા vs ઈંગ્લેન્ડ | નેશનલ સ્ટેડિયમ, કરાચી | 2:30 PM |
2 માર્ચ | ન્યૂઝીલેન્ડ vs ભારત | દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ | 2:30 PM |
ક્યાં રમાશે ટુર્નામેન્ટની સેમિ ફાઈનલ અને ફાઈનલ મેચ
4 માર્ચ | સેમિ ફાઇનલ-1 | દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, દુબઈ | 2:30 PM |
5 માર્ચ | સેમિ ફાઇનલ-2 | ગદ્દાફી સ્ટેડિયમ, લાહોર / (રિઝર્વ) દુબઈ | 2:30 PM |
9 માર્ચ | ફાઇનલ | દુબઈ / લાહોર | 2:30 PM |
10 માર્ચ | રિઝર્વ ડે |