શેરબજારમાં સતત બીજા દિવસે મંદીનો માહોલ જોવા મળ્યો હતો અને BSE સેન્સેક્સ 1,064.12 પોઈન્ટ એટલે કે 1.30 ટકા ગગડી 80,612.20 રહ્યો હતો. નિફ્ટી પણ 332.25 પોઈન્ટના તીવ્ર ઘટાડા સાથે 24,336.00 ના સ્તરે બંધ થયો હતો.
સ્થાનિક શેરબજારમાં સતત બીજા દિવસે પણ મંદીનો માહોલ રહ્યો હતો. BSE સેન્સેક્સ 1,064.12 પોઈન્ટના જંગી ઘટાડા એટલે કે 1.30 ટકા ગગડી 80,664.45નાં સ્તરે બંધ થયો હતો. નિફ્ટી પણ 332.25 પોઇન્ટ અથવા 1.35 ટકા ગગડીને 24,336 પર બંધ રહ્યો હતો. આ સાથે જ સેન્સેક્સે આજે મહત્વની 81 હજારની સપાટી ગુમાવી હતી.
ભારતીય શેરબજાર માટે આજે મંગળવારનો દિવસ અમંગળકારી રહ્યો છે. શેરબજાર ઉંધા માથે પટકાયું છે. 17 ડિસેમ્બરના રોજ શેરબજારના કારોબારમાં, શ્રીરામ ફાયનાન્સ, ઓઇલ ઇન્ડિયા, એલઆઇસી હાઉસીંગ ફાયનાન્સ, એલએનટી ફાયનાન્સ, રિયાલન્સ, એચડીએફસી બેંક, વોડાફોન-આઇડીયા, યશ બેંક, ટાટા સ્ટીલ, એવન્યૂ સુપર માર્કેટ, ટાટા ટેકનીકલ સહિતની કંપનીઓના શેરોના ભાવમાં કડાકો બોલી ગયો હતો. જ્યારે સિપ્લામાં વધારો થયો હતો. નાલ્કો, ઓબેરોય રીયલ ટી, યુનાઇટેડ સ્પીરીટ, વન-97 પેટીએમ, ઝોમેટો, ડોમ્સ ઇન્ડસ્ટ્રીઝ, અનંત રાજ, જીઇવર્નોવા સહિતની કંપનીઓના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
30 શેરના સેન્સેક્સમાં ભારતી એરટેલ, ઈન્ડસઈન્ડ બેન્ક, JSW સ્ટીલ, TCS, એશિયન પેઇન્ટ્સ, લાર્સન એન્ડ ટુબ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને HDFC બેન્કના શેરોમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટોરલ ઈન્ડાયસિસની વાત કરીએ તો તમામ લાલ નિશાનમાં બંધ થયા છે, જેમાં ઓટો, બેંક, એનર્જી, મેટલ, ઓઈલ અને ગેસમાં 1-1 ટકાનો ઘટાડો નોંધાયો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.5-0.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભારતીય રૂપિયો US ડોલર સામે અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો.
આ દરમિયાન સોમવારે વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા રૂપિયા 278.70 કરોડની કિંમતના શેરની વેચવાલી કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે ઓઈલના બેરલદીઠ ભાવ 0.50 ટકા ગગડી 73.58 ડોલર રહ્યા છે.
નિષ્ણાતોના મતે, રોકાણકારોએ યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિના પરિણામો પહેલા સાઈડ પર રહેવાનું પસંદ કર્યું છે. જોકે ફેડ દ્વારા બુધવારે અને 18 ડિસેમ્બરના રોજ વ્યાજ દરોમાં એક ક્વાર્ટર પોઇન્ટનો ઘટાડો થવાની ધારણા છે, પરંતુ 2025માં ફેડ વ્યાજદરમાં ઘટાડો કરશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા રહેલી છે.