વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં ગોવિંદ દેવગીરી મહારાજે જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઇ રહ્યાં છે તેની હું અત્યંત કડક શબ્દોમાં નિંદા કરુ છું.
સરકારે પાકિસ્તાન માટે ઘોષણા કરી હતી કે અમે ઘુસીને મારીશું ત્યારે હવે બાંગ્લાદેશમાં ઘુસીને મારવાનો આ યોગ્ય સમય છે
વડોદરામાં આયોજિત એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ ગોવિંદ દેવગીરી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે નિવેદન આપ્યું હતું કે, બાંગ્લાદેશમાં કફોડી હાલતમાં મુકાયેલા હિંદુઓને કોઇપણ ભોગે બચાવો. પાકિસ્તાન માટે સરકારે ઘોષણા કરી હતી કે અમે ઘુસીને મારીશું, ત્યારે હવે બાંગ્લાદેશમાં ઘુસીને મારવાનો આ જ સમય યોગ્ય છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ જોનમાં ખોડીયાર નગર ચાર રસ્તા થી પાંજરાપોળ સુધીના 30 મીટર રોડ સુધીના માર્ગને નામકરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને રાષ્ટ્રીય સંત ગોવિંદ દેવગીરી મહારાજના હસ્તે “મહર્ષી દધીચી” નામાકરણ કરવામાં આવ્યું હતું. જ્યાં મેયર પિન્કીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી, સ્થાનિક કાઉન્સિલર અજીત દધીચ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે શ્રી રામ જન્મભૂમિ મંદિરના કોષાધ્યક્ષ અને ગોવિંદ દેવગીરીજી મહારાજે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર મામલે ભારત સરકારને પ્રાર્થના સાથે ચિમકી આપતા જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં કફોડી હાલતમાં મુકાયેલા હિંદુઓને કોઇપણ ભોગે બચાવો. સરકારે કહ્યું હતું કે, અમે પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું. ત્યારે, બાંગ્લાદેશને સબક શીખવાડવાનો સમય આવી ગયો છે.
ગોવિંદ દેવગીરી મહારાજે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થઇ રહ્યાં છે તેની હું અત્યંત કડક શબ્દોમાં નિંદા કરુ છું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો અમે વિરોધ કરીએ છે. સાથે સરકારને પ્રાર્થના અને ચેતવણી આપીએ છીએ કે, તમે પાકિસ્તાન માટે જે ઘોષણા કરી હતી કે, અમે ઘૂસીને મારીશું. તો હવે બાંગ્લાદેશને સબક શીખવાડવાનો આજ સમય છે. આ સમયે કેન્દ્ર સરકારે જઈ બાંગ્લાદેશમાં હિન્દુઓને બચાવવા માટે જે કરવું પડે તે કરવું જોઈએ. તેમણે ઉત્તર પ્રદેશના સંભલમાં ફાટી નીકળેલાં તોફાનો અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, જે થયું તે ખોટું થયું છે.