PM મોદીએ બાબા સાહેબ આંબેડકરને તેમની પુણ્યતિથિ પર યાદ કર્યા અને મલ્લિકાર્જુન ખડગેએ આપી શ્રદ્ધાંજલિ

PM Modi remembers Baba Saheb Ambedkar on his death anniversary and Mallikarjun Kharge pays tribute

પ્રધાનમંત્રી મોદી અને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શુક્રવારે (6 ડિસેમ્બર) બંધારણના નિર્માતા ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબને તેમની પુણ્યતિથિ પર હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી.

શુક્રવાર 6 ડિસેમ્બરની સવારે સંસદ ભવનનાં લૉનમાં મહાપરીનિર્વાણ દિવસ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકર સાહેબને તેમની પુણ્યતિથિ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યારે શ્રદ્ધાંજલિ આપતાં સમયે તમામ નેતાઓએ તેમના આદર્શોને અનુસરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ દરમિયાન પીએમ મોદી અને ખડગેએ એકબીજાનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું. મહાપરિનિર્વાણ દિવસે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે બંધારણ ઘડવામાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.

સંસદ ભવનમાં શ્રદ્ધાંજલિ સમારોહ

સંસદ ભવનના લૉનમાં આયોજિત 69માં મહાપરિનિર્વાણ દિવસના કાર્યક્રમમાં ઘણા અગ્રણી નેતાઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી અને ખડગે વચ્ચેની સૌહાર્દપૂર્ણ મુલાકાતે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. બંને નેતાઓએ ઉષ્માભર્યો હાથ મિલાવ્યા અને હસીને વાત કરી.

PM મોદીએ ‘જય ભીમ’નો સંદેશો આપ્યો
પીએમ મોદીએ આંબેડકરને વંદન કરતા કહ્યું કે દેશ તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે લખ્યું હતું ડૉ.આંબેડકરના સંઘર્ષ અને તેમના આદર્શોને યાદ કરતાં તેમણે કહ્યું હતું કે તેમનો સંઘર્ષ પેઢીઓને પ્રેરણા આપતો રહેશે. પોતાના મુંબઈ પ્રવાસની તસવીર શેર કરતી વખતે પીએમ મોદીએ ‘જય ભીમ’નો સંદેશો પણ આપ્યો.

ખડગેએ બંધારણની રક્ષા કરવા પર ભાર મૂક્યો
કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ડૉ. આંબેડકરના યોગદાન પર પોતાના વિચારો શેર કર્યા. તેમણે કહ્યું કે આંબેડકરના આદર્શો અને તેમના દ્વારા લખાયેલા બંધારણની રક્ષા કરવી એ સમયની જરૂરિયાત છે. તેમણે કહ્યું, “બાબાસાહેબે સમાનતા, સ્વતંત્રતા અને ન્યાયના આદર્શો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમના ઉપદેશો દરેક મુશ્કેલ ક્ષણમાં આપણને માર્ગદર્શન આપે છે.” ખડગેએ આંબેડકરના આદર્શોને અનુસરવાનો સંદેશ આપ્યો હતો.

મહાપરિનિર્વાણ દિવસનું શું મહત્વ છે?
દર વર્ષે 6 ડિસેમ્બરે બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1956માં આ દિવસે ડૉ.આંબેડકરનું અવસાન થયું હતું. આ દિવસ માત્ર તેમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ નથી, પરંતુ તેમના આદર્શો અને બંધારણ પ્રત્યેની આપણી જવાબદારીને પુનરાવર્તિત કરવાનો પણ દિવસ છે. આ પ્રસંગે, દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જ્યાં લોકો તેમના વિચારોને આત્મસાત કરવાની પ્રતિજ્ઞા લે છે.