રાજતિલકઃ દેવેન્દ્ર ફડણવીસ બન્યા મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી, એકનાથ શિંદે અને અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા

maharashtra-cm

દેવેન્દ્ર ફડણવીસે આજે સાંજે મુંબઈના આઝાદ મેદાનમાં ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ફડણવીસ બાદ એકનાથ શિંદે અને અજિત પવારે પણ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને તેમને શપથ લેવડાવ્યા હતા. તેમણે મરાઠીમાં શપથ લીધા.

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના બાદ આજે સાંજે સાત વાગ્યે મંત્રાલયની પ્રથમ કેબિનેટ બેઠક યોજાશે. જ્યાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે.

મુંબઈનાં આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, અનેક રાજ્યના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ સહિત ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. આ સમારોહમાં સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, સલમાન ખાન, સંજય દત્ત, રણબીર કપૂર, રણવીર સિંહ, રાજકીય ક્ષેત્ર ઉપરાંત બિઝનેસ, ફિલ્મ અને રમત જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી.

દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધા
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.

એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. શપથ લેતા પહેલા તેમણે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનું નામ લીધું હતું. પીએમ મોદી અને અમિત શાહનો આભાર માન્યો. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.

અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનની પ્રચંડ જીત થઈ હતી. જેમાં ભાજપે બહુમતી મેળવી હતી. આ સાથે મહારાષ્ટ્ર 14મું રાજ્ય બન્યું છે, જ્યાં ભાજપ શાસન કરશે.