વ્યોજખોર સંતોષ ફ્રૂટની દુકાન પડાવી લેવાની ધમકી આપતાં વેપારીનો આપઘાતનો પ્રયાસ
પોલીસે મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરીને વ્યાજખોર સંતોષ ભાવસારની ધરપકડ કરી
વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં રહેતા અને ખંડેરાવ માર્કેટ ખાતે ફૂટનો હોલસેલ વ્યવસાય કરતા વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. વેપારીએ 47 લાખ રૂપિયાની સામે 1.75 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવી દીધુ હોવા છતાં વ્યાજખોર પૈસા માટે ધમકી આપતો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ વિનાયક રેસીડેન્સીમાં રહેતા અને ખંડેરાવ માર્કેટ નજીક ફ્રૂટનો હોલસેલનો વેપાર કરતાં નરેશભાઈ કેસરીચંદ નનાની(ઉ.48)એ વર્ષ 2012થી 2018 દરમિયાન સંતોષ ઉર્ફે અકુભાઇ બાબુભાઇ ભાવસાર (રહે.રાજસ્થંભ સોસાયટી, રાજમહેલ રોડ વડોદરા) પાસેથી ટુકડે ટુકડે અદાંજીત 47 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે વેપારીએ 1.75 કરોડ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર સંતોષ પઠાણી ઉઘરાણી કરીને વધારે રૂપિયા માંગતો હતો. જો રૂપિયા ના આપે, તો દુકાન પડાવી લેવાની ધમકી આપતો હતો. જેથી કંટાળીને વેપારીએ વ્યાજખોરોની હાજરીમાં જ ફિનાઈલ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
આરોપી સતીશ ભાવસારની ધરપકડ કરી
એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, વેપારીએ કરેલા અભ્યાસના કેસમાં આરોપી સતીશ ભાવસારની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. આરોપી સતીશ ભાવસાર પાસે નાણા ધીરધારનું લાયસન્સ પણ નહોતું. જેથી મને લોન્ડરિંગનો કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરેલી છે.
વેપારીએ સમગ્ર ઘટના અંગે જણાવ્યું કે….
મેં ફ્રુટનો વેપાર કરવા માટે 2012થી 2020 સુધીમાં સંતોષભાઇ ઉર્ફે અકુભાઇ બાબુભાઇ ભાવસાર (રહે.રાજસ્થંભ સોસાયટી, રાજમહેલ રોડ વડોદરા) પાસેથી ટુકડે ટુકડે અદાંજીત 47 લાખ રૂપીયા વ્યાજે લીધા હતા, જેના બદલમાં સિક્યુરીટી પેટે તેઓએ મારી પાસેથી 10થી 12 જેટલા ચેક લીધા હતા.
મેં આજ દિવસ પોણા બે કરોડની રકમ પરત આપી દીધી
વ્યાજ પેટે દર મહિને હું બે ટુકડામાં સંતોષભાઈ ભાવસારને પૈસા આપતો હતો. જેમાં પહેલી તારીખે 66000 રૂપિયા તથા 15 તારીખે 67,500 રૂપિયા જેટલુ વ્યાજ આપતો હતો. આમ મહિને કુલ રૂ. 1,33,500 જેટલુ વ્યાજ રોકડેથી ચુકવતો હતો. આ વ્યાજની રકમ તેઓના ઘરે આપવા માટે મારી દુકાનમાં કામ કરતા ગોવિંદભાઇ સંગાડા દ્વારા મોકલાવતો હતો. મેં બે-ત્રણ વાર ઓનલાઇન ટ્રાન્ઝેકશન દ્વારા પણ વ્યાજ ચુકવ્યું છે. આમ મેં આજ દિવસ સુધી પોણા બે કરોડ જેટલી રકમ પરત આપી દીધી છે, જે રકમને તેઓ વ્યાજની રકમ ગણે છે.
મારા પર ફોન આવતો અને પૈસાની ઉઘરાણી કરતા હતા
હું તેમને દર મહિને વ્યાજ ચુકવતો હતો. આ વર્ષે દિવાળી પછી મારે નાણાકીય તકલીફ પડતા તેઓને વ્યાજની રકમ ચુકવી શક્યો નહોતો. ત્યાર બાદ સાત-આઠ દિવસથી દરરોજ સંતોષભાઈનો મારા પર ફોન આવતો અને પૈસાની ઉઘરાણી કરતા હતા અને ગત તા. 28/11/2024ના રોજ તેઓ મારી એસ.કે.ફુટ નામની દુકાનમાં આવ્યા હતા અને પૈસાની માંગણી કરી મને ધાકધમકી આપવા લાગ્યા હતા, મને કહેવા લાગ્યા હતા કે, પૈસા કરી આપ નહિતર તા. 1/112024ના રોજ હું દુકાન લઇ લઇશ, તેનાથી કંટાળીને મેં મારી એસ.કે.ફુટ નામની દુકાને પ્રવાહી સફેદ ફિનાઇલ પી ગયો હતો.
તે સમયે ત્યાં સંતોષભાઇ બાબુભાઇ ભાવસાર તથા મારો છોકરો પાર્થ નરેશભાઇ નેનાની તથા મારી દુકાનમાં કામ કરતા ગોવિંદભાઇ સંગાડા ત્યાં હાજર હતા. મેં ફિનાઇલ પી લેતા મારૂ બી.પી. હાઇ થઇ ગયું હતું અને મને ચક્કર આવવા લાગ્યા હતા, જેથી મારો દીકરો પાર્થ તથા ગોવિંદભાઇ સંગાડા મને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.જ્યાં નવાપુરા પોલીસે વેપારીનું નિવેદન લીધું હતુ. આ પગલું મેં આર્થિક નાણાકીય તંગીના કારણે ટેન્શનમાં આવીને ભર્યું છે અને મને મારવાની ધમકીઓ આપી હતી. જેથી મેં સંતોષભાઈ ભાવસાર સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે સંતોષ ભાવસારની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.