રૂા. ૩૨૨ કરોડ કરતાં વધુના કામોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર, ચેરમેન દેવાંગભાઈ દાણી

અમદાવાદના ગિરધરનગરમાં કોમ્યુનિટી હોલ, વિંઝોલમાં એફટીપી પ્લાન્ટ જેવા વોટર સપ્લાયના કામ સહિત કુલ રૂા. ૩૨૨ કરોડ કરતાં વધુના કામોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા છે તેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું.