ભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે ડિવોર્સના સમાચાર લાંબા સમયથી ચાલી રહ્યા છે. ત્યારે હાલમાં જ કંઈક એવું બન્યું કે ફરી સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની અટકળોએ જોર પકડ્યું છે. ઐશ્વર્યા રાયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટ્રેસના નામની પાછળ બચ્ચન અટક લખેલું નથી.
ઐશ્વર્યા રાય દુબઈની ગ્લોબલ વિમેન્સ ફોરમ ઈવેન્ટમાં પહોંચી હતી. ત્યાંનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેના નામની પાછળ બચ્ચન અટક લગાવવામાં આવી નથી. આ વીડિયો સામે આવતાની સાથે જ અટકળોએ ફરી જોર પકડ્યું છે કે શું ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન ખરેખર છૂટાછેડા લેવા જઈ રહ્યાં છે.
જો કે, ઐશ્વર્યા રાયના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર, તે હજુ પણ બચ્ચન સરનેમ વાપરે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરનેમ હટાવવાના અને છૂટાછેડાના સમાચાર સાથે કોઈ સંબંધ નથી, દુબઈમાં યોજાયેલી આ ઈવેન્ટમાં પ્રોફેશનલ કારણોસર એક્ટ્રેસના પહેલા નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઐશ્વર્યા ‘ગ્લોબલ વુમન ફોરમ’ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે દુબઈ આવી હતી. અહીં તેમણે મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર વાત કરી હતી. તે જ સમયે, તેણે છૂટાછેડાના સમાચાર પર મૌન જાળવી રાખ્યું.