અવકાશમાં એક એવો ખજાનો મળ્યો છે, જે પૃથ્વી પરના દરેક વ્યક્તિને અબજોપતિ બનાવી શકે છે

16-psyche

વિશ્વનો દરેક વ્યક્તિ અબજોપતિ બની શકે છે! જો આ વસ્તુ મળી જાય તો…
નાસાએ તેને લાવવા માટે એક ટીમ મોકલી છે

દુનિયામાં દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. દરેકને એવુ લાગે છે કે તેમના હાથમાં કોઈ એવો ખજાનો આવી જાય કે પછી જીવનમાં કશું કરવુ જ ના પડે. તો હવે વૈજ્ઞાનિકોએ એક એવી વસ્તુ વિશે જાણકારી મળી છે, કે જો તેને પૃથ્વી પર લાવવામાં આવે તો દુનિયાનો દરેક વ્યક્તિ અબજોપતિ બની જાય. સમસ્યા માત્ર એટલી છે કે આ કિંમતી વસ્તુ પૃથ્વી પર નથી, પરંતુ અવકાશમાં આપણાથી લાખો કિલોમીટર દૂર તરતી છે.

અમેરિકન સ્પેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ નાસાએ દાવો કર્યો છે કે અવકાશમાં ફરતો એક એવો આ એસ્ટરોઇડ જો આપણા હાથ લાગી જાય તો પૃથ્વી પરનો દરેક વ્યક્તિ અબજોપતિ બની શકે છે. તેમાં નિકલ, આયર્ન, સોનું અને પ્લેટિનમનો વિશાળ ભંડાર છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ આ વસ્તુ લાવવા માટે પોતાની ટીમ પણ મોકલી દીધી છે.

વૈજ્ઞાનિકોએ તેને 16 Psyche નામ આપ્યું
વાસ્તવમાં, વૈજ્ઞાનિકોએ એક એવો એસ્ટરોઇડ શોધી કાઢ્યો છે, જે સોના અને પ્લેટિનમ જેવી મોંઘી વસ્તુઓથી ભરેલો છે. આ એસ્ટરોઇડ પર એટલી માત્રામાં સોનું અને કિમતી ધાતુઓ છે કે તેની કિંમતથી પૃથ્વી પરના દરેક વ્યક્તિ અબજોપતિ બની શકે છે. વૈજ્ઞાનિકોએ તેને 16 Psyche નામ આપ્યું છે. આ એસ્ટરોઇડ મંગળ અને ગુરુની વચ્ચે સ્થિત છે. તેના પર નિકલ, આયર્ન, સોનું અને પ્લેટિનમ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ રીતે તે આપણા સૌરમંડળમાં સૌથી મૂલ્યવાન વસ્તુ બની ગઈ છે.

આ એસ્ટરોઇડ શા માટે ખાસ છે
આ એસ્ટરોઇડની શોધ 1852માં ઇટાલિયન અવકાશયાત્રી એનિબલ ડી ગેસ્પેરિસ દ્વારા કરવામાં આવી હતી. લગભગ 226 કિલોમીટરનો પરિઘ ધરાવતો આ એસ્ટરોઇડ મૂળભૂત રીતે નિકલ અને લોખંડનો બનેલો છે, જેમાં સોના અને પ્લેટિનમ સહિત અન્ય કિંમતી ધાતુઓનો પણ મોટો ભંડાર છે. તેની રચના પોતે જ વૈજ્ઞાનિકો માટે કુતૂહલનો વિષય છે અને વર્ષોથી તેમની નજર તેના પર ટકેલી છે.

આ ઉલ્કાપિંડની કિંમત કેટલી છે
હવે વાત કરીએ આ એસ્ટરોઇડની અંદાજિત કિંમત કેટલી છે. 16 Psycheની અંદાજિત કિંમત 10 ક્વાડ્રિલિયન ડોલર જણાવવામાં આવી રહી છે. તે લગભગ 100 મિલિયન અબજ ડોલર હશે. મતલબ કે 1 પછી 19 શૂન્ય($10,000,000,000,000,000,000) ઉમેરીને આ સંખ્યાની ગણતરી કરવામાં આવશે. સ્વાભાવિક છે કે, તેને રૂપિયામાં કન્વર્ટ કરીને વાંચવું વધુ મુશ્કેલ બનશે. પરંતુ, એ વાત ચોક્કસ છે કે જો આ રકમ પૃથ્વી પર આવશે તો દરેક વ્યક્તિ પાસે અબજો રૂપિયા હશે.

નાસાની ટીમ ક્યારે પહોંચશે
અહીં સુધી તો બધુ બરાબર છે, પરંતુ ખરી સમસ્યા તેને પૃથ્વી પર લાવવાની કે અવકાશમાં માઈનીંગ કરવાની છે. આ વિશે માહિતી મેળવવા માટે નાસાએ એક વર્ષ પહેલા ઓક્ટોબર 2023માં તેનું અવકાશયાન મોકલ્યું હતું. જો કે, આ એસ્ટરોઇડ પૃથ્વીથી લગભગ 3.5 અબજ કિલોમીટર દૂર સ્થિત છે. તેથી, અવકાશયાનને અહીં પહોંચવામાં ઓગસ્ટ 2029 સુધીનો સમય લાગશે.

તેની આસપાસ અન્ય મૂલ્યવાન એસ્ટરોઇડ છે
નાસાનું કહેવું છે કે તેનું અવકાશયાન 16 Psycheની ભ્રમણકક્ષામાં લગભગ 26 મહિના પસાર કરશે અને આ દરમિયાન તે તેના ઈતિહાસ સહિત અન્ય માહિતી એકત્ર કરશે. આ એસ્ટરોઇડની આસપાસ અન્ય ઘણા મૂલ્યવાન એસ્ટરોઇડ છે, જેની કુલ કિંમત લગભગ 700 ક્વાડ્રિલિયન ડૉલર હોવાનું કહેવાય છે. સૌથી મૂલ્યવાન એસ્ટરોઇડની અંદાજિત કિંમત 27 ક્વાડ્રિલિયન ડોલર છે.