સંભલ હિંસા: રવિવારે સવારે જામા મસ્જિદમાં સર્વેને લઈને ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થઈ ચૂક્યા છે. સાંસદ અને ધારાસભ્યના પુત્ર સહિત 2500 લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.
સંભલમાં હિંસા બાદ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ નજર રાખી રહ્યા છે. મુરાદાબાદ રેન્જના 30 પોલીસ સ્ટેશનોની પોલીસને અહીં તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ઈન્ટરનેટ સેવાઓ ખોરવીને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સંયમ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.
ઉત્તર પ્રદેશના સંભલમાં રવિવારે સવારે થયેલી હિંસા બાદ તંગદિલી ભર્યો માહોલ છે. હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રાજકારણી નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો છે. યુપી પોલીસે સંભલના સાંસદ અને ધારાસભ્યના પુત્ર સહિત 2500 થી વધુ લોકો ઉપર આરોપ અને 25 લોકોની ધરપકડ કરાવામાં આવી છે. શાળા-કોલેજો બંધ કરીને ઈન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે. શહેરના મોટા વિસ્તારોમાં કરફ્યુ જેવી સ્થિતિ છે.
ઝિયાઉર રહેમાન અને ધારાસભ્યના પુત્ર વિરુદ્ધ FIR
સાંસદ ઝિયાઉર રહેમાન બર્કે વિરુદ્ધ અને સપા ધારાસભ્ય ઈકબાલ મહેમૂદના પુત્ર વિરુદ્ધ યુપી પોલીસે હિંસા ભડકાવવાના મામલે કેસ નોંધ્યો છે. તેમની સાથે 2500 લોકોને પણ આરોપી બનાવાયા છે. હાલ 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.
સબ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે પત્થરો, સોડા બોટલ અને અન્ય જ્વલનશીલ અને વિસ્ફોટક સામગ્રી રાખવા અને ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે. આમ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રોડ પર પડેલ બિલ્ડીંગ કન્સ્ટ્રકશન મટીરીયલ જપ્ત કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
સંભલ હિંસામાં 5ના મોત
સંભલની શાહી જામા મસ્જિદને હરિહર મંદિર ગણાવીને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. સંભલની રોયલ જામા મસ્જિદને હરિહર મંદિર ગણાવીને કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. રવિવારે સવારે 7 વાગ્યે કોર્ટના આદેશ પર સર્વે કરવામાં આવી રહ્યો હતો, ત્યારે અચાનક લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને મસ્જિદની અંદર જવા લાગ્યા. પોલીસે અટકાવતાં તેમણે પથ્થરમારો કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા. આ ઘટનામાં 5 લોકોના મોત નીપજ્યા છે. ઘણા લોકો ઘાયલ છે. પોલીસના વાહનો પણ સળગાવી દેવાયા છે.
ડ્રોન અને CCTV ફૂટેજથી ઓળખ
મુરાદાબાદના કમિશનરે જણાવ્યું કે નોમાન, બિલાલ અને નઈમનું મૃત્યુ થયું છે. ગોળી વાગવાથી એકનું મોત થયું હતું. ડ્રોન અને સીસીટીવી ફૂટેજની મદદથી હિંસા સાથે સંકળાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.
હિંસામાં સામેલ લોકો સામે NSA હેઠળ કાર્યવાહી હાથ ધરાશે
સંભલના SP કૃષ્ણ કુમાર બિશ્નોઈએ હિંસાને પૂર્વ આયોજિત કાવત્રો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે વ્યવસ્થા જાળવવા માટે વધારાના સૈન્ય દળને તૈનાત કરવામાં આવ્યા છે અને ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે “સ્થિતિ નિયંત્રણમાં છે. બિશ્નોઈએ એમ પણ કહ્યું હતું કે હિંસા ભડકાવવામાં સામેલ લોકો સામે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ તપાસમાં લાગી
ઘટનાના સંબંધમાં એફઆઈઆર નોંધવામાં આવી છે, અને તેની પાછળ કોઈ કાવતરું હતું કે કેમ તે જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. અટકાયત કરાયેલા લોકોના મોબાઈલ ફોનની તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન ડીએમ રાજેન્દ્ર પૈસિયાએ કહ્યું કે જામિયા કમિટીના સહયોગથી જામા મસ્જિદનો સર્વે શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યો હતો. પરંતુ કેટલાક લોકોએ પથ્થરમારો કરીને તેમાં વિક્ષેપ પાડ્યો. આ હિંસક ઘટના બાદ સંભલમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. વધતા તણાવ વચ્ચે, વહીવટીતંત્ર સતર્ક છે અને વિસ્તારમાં સલામતી અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યું છે.