ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય

સરકારી તંત્રની મિલીભગત વગર આવા કાંડ ના થઈ શકે. ખ્યાતિ કાંડમાં વ્યવસ્થિત તપાસ થાય તો મૂળ સરકાર સુધી પહોંચશે. હું જ ચોર, હું જ પોલીસ અને હું જ ન્યાયાધીશ જેવી સરકારની નીતિ. ૨૦૨૨માં ખ્યાતિ હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે સરકારે ગંભીર બની હોસ્પિટલની પરવાનગી રદ્દ કરી હોત તો આ બનાવ ના બન્યો હોત. સરકાર ચોખ્ખા હાથવાળી હોય તો હાઈકોર્ટના સિટિંગ જજને તપાસ સોંપવી જાેઈએ.