વડાપ્રધાન મોદીને ગયાના અને બાર્બાડોસે તેમના સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી

pm-modi-international-award

ગયાના સર્વોચ્ય પુરસ્કાર “ધ ઓર્ડર ઓફ એક્સીલેન્સ”થી સન્માનિત કરશે જ્યારે બારબાડોસ “ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બારબાડોસ”થી સન્માનિત કરશે.

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Modi)હાલ ત્રણ દેશોના પ્રવાસે છે. જેમાં સૌપ્રથમ તે નાઈજીરીયા ગયા હતા અને ત્યાર બાદ તે G-20 સમિટમાં ભાગ લેવા બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં ગયા હતા. જ્યારે મુલાકાતના અંતિમ તબક્કામાં પીએમ મોદી બુધવારે ગુયાના પહોંચ્યા. ત્યારે બે દેશ ગુયાના અને બાર્બાડોસે પીએમ મોદીને દેશ્નું સર્વોચ્ચ સન્માન આપવાની જાહેરાત કરી છે.

સુત્રો દ્વારા મળેલ જાણકારી મુજબ ગયાના દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ય પુરસ્કાર “ધ ઓર્ડર ઓફ એક્સીલેન્સ”થી સન્માનિત કરશે જ્યારે બારબાડોસ “ઓર્ડર ઓફ ફ્રીડમ ઓફ બારબાડોસ”થી સન્માનિત કરશે.

આ પહેલા ડોમિનિકાએ કોરોનાકાળમાં દેશને મદદ કરવા બદલ વડાપ્રધાન મોદીને તેમના દેશનું સર્વોચ્ય સન્માન ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર આપવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અન્ય દેશોમાંથી મળનાર આંતરરાષ્ટ્રીય સન્માનોની સંખ્યા 19 સુધી પહોંચી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, 50 વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાને ગયાનાની મુલાકાત લીધી છે. ગયાનામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળની વસ્તી રહે છે. જેમની સંખ્યા 3,20,000 ની આસપાસ છે.

પીએમ મોદી જ્યારે એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલી તેમના 12 થી વધુ કેબિનેટ મંત્રીઓ સાથે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી 21 નવેમ્બર સુધી ગુયાનામાં રહેશે અને તેના પ્રમુખ મોહમ્મદ ઈરફાન અલી સાથે બંને દેશો વચ્ચેના અનોખા સંબંધોને વ્યૂહાત્મક દિશા આપવા પર ચર્ચા કરશે. આ સિવાય પીએમ મોદી બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં કેરેબિયન પાર્ટનર દેશોના નેતાઓને પણ મળશે.

નાઈજીરીયાએ પણ સન્માનિત કર્યા

અગાઉ રવિવારે નાઈજીરીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના બીજા સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર નાઈજર’થી સન્માનિત કર્યા હતા. આ સન્માન સાથે વડાપ્રધાન મોદી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવનાર બીજા વિદેશી નેતા બની ગયા છે.

‘હું ગર્વ અનુભવુ છું’ : PM મોદી

પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘નાઈજીરિયા દ્વારા ‘ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઈજર’ એવોર્ડથી સન્માનિત થવા પર હું ખૂબ જ ગર્વ અનુભવું છું. હું તેને ખૂબ નમ્રતાથી સ્વીકારું છું અને આ સન્માન ભારતના લોકોને સમર્પિત કરું છું.’ મોદીને આપવામાં આવેલો આ 17મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર છે. અગાઉ 1969માં બ્રિટનની મહારાણી એલિઝાબેથને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.