અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા સરસ્વતી નદી પર નવો પુલ બનાવવા 145 કરોડના ખર્ચે બનશે
મુખ્યમંત્રીએ રાજ્યમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ વ્યાપક બનાવવા માટે સૌથી મહત્વપૂર્ણ રસ્તાઓને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
અમદાવાદ-મહેસાણા-પાલનપુર રસ્તાને હાઈસ્પીડ કોરિડોર તરીકે ડેવલપ કરવામાં આવી રહ્યો છે. જે સંદર્ભે સરસ્વતી નદી પર નવો મેજર બ્રિજ બનશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ નિર્માણ માટે રૂ. 145 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.
આ સંદર્ભમાં મહેસાણા-ઊંઝા-સિધ્ધપુર-પાલનપુર સ્ટેટ હાઇવે પર સિધ્ધપુર તાલુકાની સરસ્વતી નદી પર નવા ફોર લેન મેજર બ્રિજ નિર્માણ માટે ૧૪૫ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.
સરસ્વતી નદી પરનો હયાત ટુ લેન બ્રિજ 1959 માં બનાવવામાં આવ્યો છે. આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને સમય અનુરૂપ સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે.
એટલું જ નહીં, વધતા જતા વાહન વ્યવહારને પહોંચી વળવા સાંકડા પૂલની જગ્યાએ સિક્સ લેન રોડને અનુરૂપ જુના ફોર લેન બ્રિજની જમણી તરફ આ નવો ફોર લેન મેજર બ્રિજ નિર્માણ પામશે.
આ બ્રિજનું નિર્માણ થતાં ભવિષ્યમાં ઉત્તર ગુજરાત વિસ્તારને સમય અનુરૂપ સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ઝડપી અને સલામત રસ્તાની સુવિધાઓ પણ મળતી થશે.