રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે,તેની પત્ની રિતિકા સજદેહે દિકરાને જન્મ આપ્યો છે.રોહિત અને રિતિકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે.
ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ અને વન-ડે કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા પ્રવાસ વિજય સાથે કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ચોથી અને અંતિમ T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 135 રનથી હરાવ્યુ હતુ. ટીમ ઈન્ડિયાને આ વિજયી ખુશી સાથે અન્ય એક ખુશી પણ મળી છે.
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારતીય કેપ્ટનના ઘરે ખુશીઓ આવી ગઈ છે. ભારતના વિશ્વ વિજેતા કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે અને તેની પત્ની રિતિકાએ દિકરાને જન્મ આપ્યો છે. દરમિયાન રોહિત અને રિતિકાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને માહિતી આપી છે.
રોહિતે પોતાના બાળકના જન્મ માટે ટીમ ઈન્ડિયામાંથી બ્રેક લીધો હતો. તે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા પણ પહોંચી શક્યો ન હતો. જોકે, પુત્રના જન્મ બાદ માનવામાં આવી રહ્યું છે કે તે 22 નવેમ્બરથી શરૂ થનારી પર્થ ટેસ્ટમાં રમી શકે છે.
ભારતીય કપ્તાન રોહિત શર્મા અને તેના પત્ની રિતિકા સજદેહે શનિવારે બીજા બાળકના જન્મની જાહેરાત કરી. રોહિત અને રિતિકાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર એક નવા સભ્ય જોડાયા બાદ ચાર સભ્યના પરિવારની એનિમેટેડ તસવીર સાથે માહિતી જાહેર કરી. તસવીર પર લખ્યું હતું કે- ‘પરિવાર જેમાં અમે ચાર છીએ, જ્યારે કેપ્શનમાં જન્મ તારીખ-15-11-2024 અંકિત હતી. 30 ડિસેમ્બર 2018ના રોજ રિતિકાએ દીકરી સમાયરાને જન્મ આપ્યો હતો. સમાયરા હવે 5 વર્ષની છે.