ગૃહમંત્રી શાહની જાહેરાત: રાજ્યો અને કેન્દ્ર માટે નવી આતંકવાદ વિરોધી પોલિસી 2025માં આવશે અમલમાં

ગૃહમંત્રી અમિત શાહએ આતંકવાદ વિરોધી નીતીની કરી જાહેરાત, ભારતમાં 2025 માં થવા જઈ રહી છે આ નવી નીતિની જાહેરાત

દેશના ગૃહમંત્રી અમિત શાહએ આતંકવાદને નાથવાં, એન્ટી ટેરરની પોલિસીની નવી જાહેરતા કરી છે. કેન્દ્ર સરકાર વર્ષ 2025માં આતંકવાદ સામે લડવા માટે નવી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ લાવવાની તૈયારી કરી રહી છે.
આ નીતિની જાહેરાત કરતા, ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્ય પોલીસ અને કેન્દ્રની વિવિધ એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન પર ભાર મૂક્યો. આ નીતિનો ઉદ્દેશ્ય દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે એકસમાન અને ‘ઝીરો ટોલરન્સ’ અભિગમ અપનાવવાનો છે.

પોલિસી હેઠળ રાજ્યોની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો
ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આતંકવાદ સામે પડકાર આપવા રાજ્ય પોલીસની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે.
તેમણે કહ્યું કે કેન્દ્ર પોતાની નીતિ અને રણનીતિ તૈયાર કરી શકે છે, પરંતુ આતંકવાદ સામેની ખરી લડાઈ રાજ્યોએ લડવી પડશે. રાજ્યોના પોલીસ દળોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને NIA ડેટાબેઝનો ઉપયોગ કરવાની તાલીમ પણ આપવામાં આવશે.

તમામ રાજ્યો કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે સંકલન
અમિત શાહે તમામ રાજ્યોને અપીલ કરી કે તેઓ માત્ર એકબીજા સાથે જ નહીં પરંતુ કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે પણ તાલમેલ જાળવી રાખે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રાજ્યોએ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF)નું મોડલ અપનાવવું જોઈએ. રાજ્યોને પણ ખાતરી આપવામાં આવી હતી કે આ પગલાથી તેમના અધિકારો પર કોઈ અસર નહીં થાય.

આતંકવાદી ધિરાણ અને ક્રિપ્ટો પર પ્રતિબંધ
શાહે પોલીસ સ્ટેશનોથી લઈને ડીજીપી ઓફિસ સુધી દરેક સ્તરે ટેરર ફાઇનાન્સિંગ અને ક્રિપ્ટોકરન્સીના વધતા જોખમોનો સામનો કરવા માટે સંકલિત અભિગમ અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ પોલિસીમાં પોલીસ કર્મચારીઓને આ આધુનિક પડકારોનો સામનો કરવા તૈયાર કરવામાં આવશે.

ગૃહમંત્રીએ NIAની પ્રશંસા કરી
ગૃહમંત્રીએ એનઆઈએની વધતી જતી સફળતાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે NIAએ અત્યાર સુધી નોંધાયેલા 632માંથી 498 કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં દોષિત ઠરવાનો દર લગભગ 95% છે. તેમણે આતંકવાદને અંકુશમાં લેવા માટે UAPA જેવા કાયદાનો અસરકારક રીતે ઉપયોગ કરવાની પણ વાત કરી.

2047 માં ભારત વિકસિત રાષ્ટ્ર બનાવવાના સમર્થન
2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સમર્થન આપતા અમિત શાહે કહ્યું કે આ માટે સુરક્ષા પડકારોનો સામનો કરવો જરૂરી છે. તેમણે પોલીસ અધિકારીઓને કહ્યું કે દેશને સુરક્ષિત અને વિકસિત બનાવવા માટે આ નવી નીતિનું પાલન કરવું જરૂરી છે.

10 વર્ષમાં આતંકવાદમાં 70% ઘટાડો
ગૃહમંત્રીએ કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારની કડક નીતિના કારણે આતંકવાદી ઘટનાઓમાં 70% ઘટાડો થયો છે. આને સકારાત્મક સંકેત ગણાવતા, તેમણે રાજ્યોને કહ્યું કે આ નીતિ દ્વારા વધુ મજબૂત પગલાં અપનાવવામાં આવશે.