CM યોગીએ શ્રી રામનો રથ ખેંચ્યો, આરતી ઉતારી, રાજ્યાભિષેક કર્યો
યોગીએ કહ્યું- કાશી, મથુરા પણ અયોધ્યાની જેમ ઝળહળે
આજે સમગ્ર દેશમાં દિવાળીની ઉજવણી થઈ રહી છે. ત્યારે આ વખતની દિવાળીમાં પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં 28 લાખ દીવા પ્રગટાવવાનો રેકોર્ડ બન્યો છે. સીએમ યોગીએ રામ મંદિરમાં પહેલો દીપ પ્રગટાવીને દીપોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. આ પછી સરયૂના 55 ઘાટ પર દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આ પહેલો દીપોત્સવ છે. આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે CM યોગી પોતે અયોધ્યામાં હાજર રહ્યા.
રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આ પહેલો દીપોત્સવ છે. આ કાર્યક્રમને ખાસ બનાવવા માટે CM યોગી પોતે અયોધ્યામાં હાજર રહ્યા. ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પહોંચ્યાં હતાં. યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પછી ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સાથે રથ પર સવાર થયા. યોગીએ ભગવાનનો રથ ખેંચ્યો હતો. ભગવાન રામને રામકથા પાર્કમાં લાવવામાં આવ્યા હતા. અહીં યોગીએ રામની આરતી કરી હતી તેમજ રાજ તિલક કર્યું હતું.
યોગીએ કહ્યું- આ દીવાઓ જે તમે પ્રગટાવશો તે માત્ર દીવા નથી. આ સનાતન ધર્મનો વિશ્વાસ છે. અયોધ્યાના લોકોએ આગળ આવવું પડશે. મથુરા-કાશી પણ અયોધ્યા જેવી દેખાવી જોઈએ.
અયોધ્યામાં દીપોત્સવની ઉજવણી દરમિયાન 2 નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવાયા
એક સાથે સૌથી વધુ સંખ્યામાં લોકો ‘દીવાઓ’ પ્રગટાવતા હોવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો અને 25,12,585 તેલના દીવાઓના સૌથી મોટા પ્રદર્શનનું આયોજન ઉત્તર પ્રદેશ સરકારના પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર, અયોધ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 નવા ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મેળવ્યું
દેશ-વિદેશના ભક્તો અયોધ્યા પહોંચ્યા છે. સમગ્ર વાતાવરણ રામમય થઈ ગયું છે. રામ મંદિરમાં એક ખાસ રંગોળી બનાવવામાં આવી હતી, જેમાં રંગોનો નહીં, પણ ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દરવાજા પર તોરણ લગાવવામાં આવ્યાં છે.
આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યું કે, આ વર્ષ અયોધ્યા માટે અદ્ભુત, અનોખું, અલૌકિક છે. 500 વર્ષની પ્રતિક્ષાનો અંત લાવીને રામ લલ્લા ફરી એકવાર પોતાના ધામમાં બેઠા અને દુનિયાના તમામ પીડિતોને આ સંદેશ આપ્યો કે ક્યારેય પણ તેમના માર્ગથી વિચલિત ન થવું જોઈએ. આજે આપણી પાસે એ તમામ આત્માઓને યાદ કરવાનો અવસર છે જેમનું આખું જીવન રામજન્મભૂમિ આંદોલનને સમર્પિત હતું.
સીએમ યોગીએ કહ્યું કે, આ અવસર પર હું તે તમામ પૂજનીય સંતોને શ્રદ્ધાંજલિ આપું છું, જેમણે 3.5 લાખની સંખ્યામાં પોતાના જીવનનું બલિદાન આપીને એક જ ઈચ્છા સાથે આ ધરતી છોડી દીધી કે અયોધ્યામાં ગમે તે થાય, આ ધરતી પર રામ મંદિરનું નિર્માણ થવું જોઈએ. તેમનો સંકલ્પ પૂરો થયો. રામલલાના રાજ્યાભિષેક પછી દીપોત્સવનો આ પ્રથમ પ્રસંગ છે. આ પહેલા અમે લોકો બોલતા હતા અને અને જે કહ્યું તે કરીને પણ બતાવ્યું છે.