51,000 યુવાનોને સરકારી નોકરીની ભેટ, PM મોદીએ આપ્યા નિમણૂક પત્ર

pm-modi-rojgar-mela

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 29 ઓક્ટોબર ધનતેરસના દિવસે 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે. નવી દિલ્હી સ્થિત નેશનલ મીડિયા સેન્ટરમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. દેશમાં 40 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. મંગળવારે આયોજિત રોજગાર મેળા અંતર્ગત દેશના અનેક ક્ષેત્રોના યુવાનોને 51 હજારથી વધુ જોઇનિંગ લેટર આપવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારની ભરતી ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે પણ ભરતી કરવામાં આવી છે. આ નવનિયુક્ત ઉમેદવારો હવે સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં કામ કરશે.

આ વખતે દિવાળી વિશેષ છે
પીએમ મોદીએ કહ્યું, ‘ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવો છે. ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે.” આ સિવાય પીએમ મોદીએ કહ્યું કે આ વખતે દિવાળીનો તહેવાર ખૂબ જ ખાસ છે કારણ કે 500 વર્ષ પછી ભગવાન શ્રી રામ અયોધ્યામાં તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન છે. પોતાના મંદિરમાં બેસીને તેમની પ્રથમ દિવાળીના તહેવારની આ ઉજવણી ખાસ છે.

ધનતેરસના દિવસે નિયુક્તિપત્રો મેળવનારા યુવાનને અભિનંદન
રોજગાર મેળાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશમાં 51,000 કર્મચારીને નિયુક્તિપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ વીડિયો-કોન્ફરન્સ માઘ્યમથી કહ્યું હતું કે ધનતેરસના દિવસે નિયુક્તિપત્રો મેળવનારા 51,000 યુવાનને અભિનંદન.

પહેલાંની સરકારમાં નીતિ અને નિયતનો અભાવ હતો
વડોદરામાં ડિફેન્સ સેક્ટર માટે એર ક્રાફટ બનાવનારી ફેકટરીનું ઉદઘાટન કર્યું છે, જેનાથી નોકરીના અવસર અને એરક્રાફટના સ્પેર પાર્ટ બનાવતા નાના ઉદ્યોગકારોને ફાયદો થશે. પહેલાંની સરકારમાં નીતિ અને નિયતનો અભાવ હતો. જર્મની દર વર્ષે 90,000ને વિઝા આપશે. ભારતના લોકો 21 દેશમાં માઈગ્રેટ થઈ શકે છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર પ્રસાદે મહત્વની માહિતી આપી
આ રોજગાર મેળાનો કાર્યક્રમ 22 ઓક્ટોબર, 2022થી ચલાવવામાં આવી રહ્યો છે અને આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર પ્રસાદે કહ્યું કે, રોજગાર મેળા મારફતે પીએમ મોદીએ એક બટન દબાવીને એક સાથે 51 હજારથી વધુ લોકોને સરકારી નોકરીમાં જોડવાની સફર પૂર્ણ કરી છે. છે. એક સાથે આટલા લોકોને રોજગારી આપવાનો આ શુભ કાર્યક્રમ આજે ધનતેરસના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે.

શોર્ટ ફિલ્મ ટેલિકાસ્ટ થઈ
રોજગાર મેળા કાર્યક્રમ દરમિયાન એક ટૂંકી ફિલ્મ પ્રસારિત કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે રોજગાર, સ્વ-રોજગાર અને સ્ટાર્ટઅપ દ્વારા છેલ્લા 10 વર્ષમાં વિશાળ કાર્ય કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારમાં ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવામાં આવી રહી છે અને આ ક્રમમાં દેશભરમાંથી 51 હજાર ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.