ભલામણ વિના નોકરી મળી છે, એમ લોકોનાં કામ પણ ભલામણ વિના કરજોઃ સી.આર.પાટીલની ટકોર

crpatil-rojgarmela-rajkot

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 51 હજાર યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે. દેશમાં 40 જગ્યાએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન એડિટોરિયમ ખાતે યોજાયેલા રોજગાર મેળામાં દેશના પાણીપુરવઠા અને કેબિનેટ મંત્રી સી. આર. પાટીલે નિયુક્તિપત્રો મેળવનારા 85 કર્મચારીઓને શુભેચ્છા પાઠવી હતી.

કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલનું યુવાનોને સંબોધન કરતા કહ્યું હતું કે, પહેલાના સમયમાં નોકરીઓ મેળવવી ખૂબ જ મુશ્કેલીઓ થતી હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની કમાન સંભાળી ત્યારથી કોઈ ગરબળી નથી થતી નથી. આજે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દૂર-દૂરના ગામડાંઓના યુવાનોને આજે નોકરી મળે છે. આજે ભરતીઓ પારદર્શક થાય છે. આજે લાયકાત ધરાવતા યુવાનોને નોકરીઓ આપવામાં આવે છે.

નિમણૂંક પત્ર કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે જેમ ભલામણ વિના નોકરી મળી છે, એમ લોકોનાં કામ પણ ભલામણ વિના કરજો. કોંગ્રેસ પર નિશાન તાકતાં તેમણે કહ્યું, અગાઉ સરકારી નોકરી ભલામણથી મળતી, જોકે હવે સરકારી નોકરી મેળવવા યુવાનોને કોઈ ભલામણ કરવી પડતી નથી. આ તકે વડોદરામાં પ્લેન બનાવવાની તો સુરતમાં ટેન્ક બનાવવાની ફેક્ટરીથી બદલાવની વાત કરી હતી. મહાત્મા ગાંધીજીને જેમ સ્વતંત્રતા માટે યાદ કરવામાં આવે છે એ રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છતા માટે યાદ કરવામાં આવે છે.

‘જો યુવાનો નિરાશ થઈ જાય તો દેશ પણ નિરાશ થઈ જાય’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં એક્સટેન્શન પ્રથા બંધ થઈ છે, જેનો અમલ ગુજરાતમાં પણ થયો છે. એને કારણે નવયુવાનો માટે નોકરીનો માર્ગ મોકળો બન્યો છે. દેશમાં 65 ટકા યુવાનો છે, ત્યારે યુવાનો જો નિરાશ થઈ જાય તો દેશ પણ નિરાશ થઈ જાય છે. આપણે મહાત્મા ગાંધીજીને જેમ સ્વતંત્રતા માટે યાદ કરીએ છીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્વચ્છતા માટે યાદ કરીએ છીએ. આ સાથે જ તેમણે કટાક્ષ કર્યો કે જેમ યુવાનોને ભલામણ વિના નોકરી મળી છે, એમ લોકોનાં કામ પણ ભલામણ વિના કરજો.

‘વડોદરામાં પ્લેન તો સુરતમાં ટેન્કનું નિર્માણ થશે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડોદરામાં જેમ પ્લેન બનાવવા માટેની ફેકટરીમાં પ્રોડક્શન 1 વર્ષમાં શરૂ થઈ જશે. એમાં સ્પેન સાથે MoU કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આપને ખ્યાલ હશે કે પહેલા લશ્કરના સામાનમાં 70 ટકા આયાત થતી હતી. જોકે આત્મનિર્ભર ભારત બનતાં વડોદરામાં જે રીતે પ્લેન બનશે એ રીતે સુરતમાં ટેન્ક બનાવવાની ફેક્ટરી શરૂ થઈ. એમાં 40 કિલોમીટરના અંતરથી હવાઈહુમલો કરવાની ક્ષમતા છે. આ સાથે જ બરફના પ્રદેશમાં આર્મીના જવાનો જઈ શકે એ માટે ઓછા વજનવાળી ટેન્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે હું વડાપ્રધાનનો આભાર માનું છું, આજે યુવાનો માટે તેમને ઘણું જ કર્યું છે. આજે યુવાનોને રોજગારી મળતી થઇ છે. હવે નાનામાં નાના ગામડાંઓમાં હવે યુવાનો માટે રોજગારીની તક ઉભી કરવામાં આવી છે. આજનો યુવા હવે બેરોજગાર નહીં રહે. પોતાની કુશળતા પ્રમાણે દેશના વિકાસમાં સહભાગી બનશે. અને દેશને મદદરૂપ થશે.

પહેલા સરકારી નોકરી મેળવવા માટે ખૂબ તકલીફ પડતી હતીઃ સી.આર.પાટીલ
રાજકોટ કાર્યક્રમમાં સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ધનતેરસનાં દિવસે જે યુવાનોને નિમણૂંકપત્રો મળ્યા છે તે યુવાનોને અભિનંદન પાઠવું છું. પહેલા સરકારી નોકરી મેળવવા માટે ખૂબ તકલીફ પડતી હતી. તેમજ ગોલમાલ પણ થતી હતી. જેથી ઉમેદવારોની સિલેક્ટ થવામાં તકલીફ પડતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં 40 જગ્યાએથી 51,000 યુવાનોને નોકરી આપવામાં આવી રહી છે. તેમાં કોઈ ગરબડ થતી નથી. રાજકોટ શહેરમાં આજે પોસ્ટ વિભાગનાં નવ નિયુક્ત 83 અને રેલવેનાં 2 કર્મચારીને નિમણૂંકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.