વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા નામ જાહેર કરવામાં આવ્યું. આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો કરશે નામાંકન
મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ તેની સાથે કેટલાક રાજ્યની પેટચૂંટણીઓની તારીખ જાહેર થઈ હતી. બનાસકાંઠામાં વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણીને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં વાવ બેઠક પર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આજે ઉમેદવારી ભરવાની છેલ્લો દિવસ છે બંન્ને પક્ષના ઉમેદવારો કરશે આજે નામાંકન પરંતું ગુજરાતની એક પેટાચૂંટણી ભાજપ કોંગ્રેસ બંને પક્ષો માટે ભારે બની રહી છે. આ વચ્ચે એક મોટા અપડેટ સામે આવ્યા છે. સૂત્રોના અનુસાર, ભાજપ ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી શકે છે તેવું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસે છેલ્લી ઘડીએ ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર તરીકે જાહેરાત કરી દીધી છે.
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે ઉમેદવાર તરીકે ગુલાબસિંહ રાજપૂતના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ગેનીબેન ઠાકોર સાથેની મિત્રતા ફળી હોય એમ લાગી રહ્યું છે.
ગુલાબસિંહ રાજપૂત થરાદના પૂર્વ ધારાસભ્ય છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં થરાદ બેઠક પરથી બીજીવાર ચૂંટણી લડ્યાં હતા જો કે જીતી શક્યા ન હતા, પરંતુ શંકર ચૌધરીને બરાબરની ટક્કર પણ આપી હતી. તેમના દાદા હેમાબા વાવ-થરાદ વિધાનસભાના ધારાસભ્ય રહી ચુક્યા છે. ગુલાબસિંહ થરાદ કોંગ્રેસ અને થરાદ વિધાનસભાના ગામે ગામથી વાકેફ છે, સાથો સાથ વાવ બેઠક પર પણ સારી પકડ ધરાવે છે. તેમનો મિલનસાર સ્વભાવ છે. વળી ગુલાબસિંહ ગેનીબેનના મહત્વનાં સાથીદાર છે. પરિણામે જો કોંગ્રેસ ગેનીબેનની સલાહ લે, તો ગુલાબસિંહનું પલડું ભારે થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો સુઇગામ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરશે. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતના નામ પર મહોર મારી છે. પરંતું હજુ સુધી ભાજપે પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી.
વાવ બેઠક પર ક્યારે છે ચૂંટણી?
- નામાંકન તારીખ: 18 ઓકટોબર
- નામાંકન માટેની છેલ્લી તારીખ: 25 ઓકટોબર
- નામાંકન ચકાસણી: 28 ઓકટોબર
- નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ: 30 ઓકટોબર
- મતદાન તારીખ: 13 નવેમ્બર
- મતગણતરી: 23 નવેમ્બર